Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

UAE વિદેશી રોકાણકારો માટે લાલ જાજમ : 5 મિલિયન દિરહામનું રોકાણ કરો અને 5 વર્ષના વિઝા મેળવો : 10 મિલિયન દિરહામનું રોકાણ કરીને જીવનસાથી તથા બાળકો સાથે 10 વર્ષના વિઝા મેળવો : ઓઈલની મંદી નિવારવા કેબિનેટ દ્વારા લેવાયેલો નિર્ણય

 દુબઇ :  UAE માં વિદેશી રોકાણકારો,વૈજ્ઞાનિકો,ઉચ્ચ શિક્ષિતો, તેમજ ઉદ્યોગ સાહસિકોને લાંબા ગાળાના વિઝા આપવાનું આયોજન થઇ રહ્યું છે.સતત ઘટી રહેલા ઓઈલના ભાવોને કારણે અર્થતંત્રમાં વર્તાઈ રહેલી મંદીને ખાળવા માટે આ આયોજન કરાઈ રહ્યું છે.

 આ માટે કેબિનેટમાં નક્કી કરાયા મુજબ ઓછામાં ઓછા 5 મિલિયન દિરહામનું રોકાણ કરનારને 5 વર્ષના રેસિડન્સી વિઝા અપાશે.તથા 10 મિલિયન દિરહામનું રોકાણ કરનારને  10 વર્ષ માટે વિઝા આપવામાં આવશે.જો આ રોકાણનો 60 ટકા હિસ્સો નોન રીઅલ ક્ષેત્રે કરવામાં આવશે તો રોકાણકારના જીવનસાથી તથા બાળકોને પણ આ વિઝા અપાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:40 pm IST)