Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

કેનેડામાં વસતા ભારતીયોનો વતન પ્રેમ : ભારતના ગ્રામ્ય વિસ્તારોના જરૂરિયાતમંદ બાળકો માટે છાત્રાલય બનાવવા 70 લાખ ડોલરનું ડોનેશન આપ્યું : વિનામૂલ્યે રહેવા તથા જમવાની સગવડ આપી શ્રેષ્ઠ શિક્ષણ અપાવવાનો હેતુ

ટોરોન્ટો :ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ બાળકોને રહેવા,જમવા,તથા શ્રેષ્ઠ શિક્ષણની સુવિધા વિનામુલ્યે  મળે તેવા હેતુથી કેનેડામાં વસતા ભારતીયોએ 70 લાખ ડોલરનું ડોનેશન આપ્યું છે.કેનેડાની નોનપ્રોફિટ એમ ફોર સેવા સંસ્થા કાર્ય સાથે જોડાયેલી છે.

 ભારત માટેના સેવાકીય કાર્ય માટે ડોનેશન ભેગું કરવાના હેતુથી યોજાયેલ ભોજન સમારંભમાં પૂર્વ મિસ ઇન્ડિયા પૂજા બત્રાએ હાજરી આપી હતી.એમ ફોર સેવા નોનપ્રોફિટ ઓર્ગેનાઈઝેશનની શરૂઆત ટોરોન્ટોના મશહૂર દંત ચિકિત્સક ટેરી પપનેજાએ કરી હતી.એન.જી.ઓ.દ્વારા ભારતમાં અત્યાર સુધીમાં 26 છાત્રાલયનું નિર્માણ થઇ ચૂક્યું છે.જેમાં 8 થી 18 વર્ષ સુધીની ઉંમરના 4 હજાર જેટલા બાળકો વિનામૂલ્યે રહેવા જમવા,તથા શિક્ષણ સુવિધાનો લાભ મેળવે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:53 am IST)