Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

એક અબજોપતિનું બીજા અબજોપતિ પ્રત્યેનું ટ્વીટ : નાણાંના પ્રદર્શનથી ફિઝિક્સના નિયમોની અવગણના થઇ શકે નહીં : એલોન મસ્કે જેફ બેઝોસની અવકાશયાત્રા અને સંશોધનની ઠેકડી ઉડાડતું દ્વિઅર્થી ટ્વીટ કર્યું

વોશિંગટન : એરોસ્પેસ કંપની સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે તેના મુખ્ય પ્રતિસ્પર્ધી બ્લુ ઓરિજિનના સીઈઓ જેફ બેઝોસની ઠેકડી ઉડાડતું દ્વિઅર્થી ટ્વીટ કર્યું છે.

થોડા પ્રમાણમા ડબલ અર્થવાળી ગણી શકાય અને અર્થઘટન કરવું પોતપોતાની વિવેકશક્તિ ઉપર આધાર રાખે તેવી ટ્વીટ દ્વારા એલોન મસ્કે  ટ્વીટ કર્યું હતું કે નાણાંના પ્રદર્શનથી ફિઝિક્સના નિયમોની અવગણના થઇ શકે નહીં .જેનો આડકતરો અર્થ તેવો થઇ શકે કે એલોન મસ્કે જેફ બેઝોસની અવકાશયાત્રા અને સંશોધનની મજાક કરી ઠેકડી ઉડાડતું ટ્વીટ કર્યું છે.

હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાના જર્મનીના પ્રોજેક્ટ અંગેની બીજી પોસ્ટના જવાબમાં મસ્કએ ટ્વિટ કર્યું કે, ભૌતિકશાસ્ત્રના નિયમોની કોઇપણ રકમ વડે અવગણના કરી શકાય નહીં. તેણે તે પછી બીજા ટ્વીટ સાથે કહ્યું કે, જેમ કે જેફરી બેસોસ નાણાંનું પૂરતું પ્રદર્શન કરી રહ્યા છે.

જો કે, બેઝોસના નામની ખોટી જોડણી છે . જે આપણને વિચારતા કરી મૂકે છે.  ("જેફરી બેસોસનો અર્થ  સ્પેનિશ ભાષામાં "જેફરી કિસ" થઇ શકે છે ). કોઈ પણ સંજોગોમાં મસ્ક એવું દર્શાવી રહ્યા છે કે ટ્વિટ મોકલતા પહેલા તેઓ તેના સાથી અબજોપતિના નામની જોડણી સાચી છે કે નહીં તેની ખાતરી કરવા માટે પણ પૂરતી કાળજી લેતા નથી.

હકીકતમાં, ટેસ્લાના સીઇઓ મસ્ક એક સમયે હરીફ નિકોલાની હાઇડ્રોજન સંચાલિત કાર સ્ટાર્ટઅપ તકનીકને "આશ્ચર્યજનક રીતે મૂંગું" કહેતા હતા. તે ઉત્સાહપૂર્વક માને છે કે હાઇડ્રોજન ઇંધણ કોષો બિનકાર્યક્ષમ છે અને વાહનો માટે એનર્જી ઉત્પન્ન કરવાની તે એક સક્ષમ પદ્ધતિ નથી.
ખૂબ રસપ્રદ વાત એ છે કે મસ્ક એક આકર્ષક વાતને બીજી કાદવ ઉછાળતી   વાતમાં ફેરવી શકે છે. તેવું ફ્યુચરીઝમ દ્વારા જાણવા મળે છે.

(6:29 pm IST)