Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

EB -5 વિઝા : અમેરિકામાં રોકાણ કરનારા વિદેશીઓ માટે ગ્રીનકાર્ડ અપાવતા વિઝા : કેટલું રોકાણ કરવાથી કેટલા સમયમાં ગ્રીનકાર્ડ મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપતો સેમિનાર 5 સપ્ટે ના રોજ સિલિકોન વેલ્લી મુકામે

સિલિકોન વેલ્લી : અમેરિકામાં H-1B  વિઝા મેળવવામાં થતો વિલંબ તથા કાયમી નાગરિકત્વ મેળવવાની સમસ્યાના નિરાકરણ રૂપે નિશ્ચિત રકમનું રોકાણ કરી EB -5  વિઝા મેળવવા અંગે માર્ગદર્શન આપતો સેમિનાર સિલિકોન વેલ્લીમાં 5 સપ્ટે.ના રોજ યોજાયો છે.

 ક્લાસકો ઇમિગ્રેશન લો પાટર્નર્સ આયોજિત આ સેમિનારમાં E-5  વિઝા મેળવવા માટે રોકવાની થતી રકમ તેમજ ગ્રીનકાર્ડ મેળવવાની પ્રક્રિયા વિષે માર્ગદર્શન અપાશે.તેમજ ઇમિગ્રેશન એટર્ની સાથે વિનામૂલ્યે ચર્ચા કરવાની તક અપાશે જે માટે Stay Permanently,Work Anywhere દ્વારા રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.

(12:08 pm IST)