Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

યુ.કે.માં હેરો લંડનના આંગણે ‘‘શ્રી સ્‍વામિનારયણ મહોત્‍સવ'': ર૯ જુલાઇથી ૪ ઓગ. ર૦૧૮ દરમિયાન ઉજવાનારા મહોત્‍સવ અંતગર્ત શ્રીમદ સત્‍સંગીજીવંન કથા પારાયણનું આયોજનઃ પ.પૂ.ગુ. સ્‍વામીશ્રી નિત્‍યસ્‍વરૂપદાસજીના વ્‍યાસાસને યોજાનારી કથા પારાયણમાં ધનશ્‍યામ જન્‍મોત્‍સવ, ગાદી પટાભિષેક, અન્નકૂટ મહોત્‍સવ, રાસોત્‍સવ, સહિતના આયોજનો

લંડનઃ       વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધૂ. ૧૦૦૮ શ્રી આચાર્યશ્રી અજેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશિર્વાદ સહ આજ્ઞાથી  પ.પૂ.૧૦૮ શ્રી ભાવિ આચાર્ય લાલજી શ્રી નૃગેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રીના દિવ્‍ય સાનિધ્‍યમાં ધર્મકુળ આઁિશ્રત શ્રી સ્‍વામિનારાયણ  આજ્ઞા ઉપાસના મંડળ યુ.કે. ના ઉપક્રમે ર૯ જુલાઇથી,  ૪

 ઓગ. ર૦૧૮  દરમિયાન ઉજવાનારા ‘‘શ્રી સ્‍વામિનારાયણ મહોત્‍સવ'' અંતગર્ત શ્રીમદ સત્‍સંગી જીવન કથા પારાયણનું આયોજ કરાયું છે.

JSF સ્‍કુલ, ધ મોલ, કેન્‍ટોન, હેરો લંડન  મુકામે યોજાનાર કથા  પારાયણના વકતા તરીકે  પૂ.સ.ગુ. સ્‍વામીશ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી બિરાજશે. કથાનો  સમય ર૯ જુલાઇથી  ૩ ઓગ. દરમિયાન સાંજે  પ વાગ્‍યાથી  રાત્રિંના  ૮ વાગ્‍યા સુધીનો તથા ૪ ઓગ.  ના રોજ સવારે ૯-૩૦ થી બપોરે  ૧ર વાગ્‍યા સુધી તથા સાંજે  પ-૩૦ થી  ૮ વાગ્‍યા સુધીનો રહેશે.

મહોત્‍સવ અંતગર્ત ર૯ જુલાઇ  રવિવારના રોજ પોથીયાત્રા  તથા દીપ  પ્રાગટયનું  આયોજન કરાયું હતુ.  તથા કથા પારાયણનો પ્રારંભ કરાયો હતો.

આજ  ૩૦ જુલાઇ સોમવારના  રોજ ઘનશ્‍યામ મહોત્‍સવ ઉજવાશે.

૧ ઓગ.  બુધવારે સાંજે  ૭-૩૦ કલાકે ગાદી પટાભિષેક થશે.

૪ ઓગ. શનિવારના રોજ સવારે ૧૧-૩૦ કલાકે  અન્નકુટ ઉત્‍સવ,સાંજે ૭-૩૦ કલાકે રાસોત્‍સવ, બાદ રાત્રે ૮-૩૦ કલાકે  પૂર્ણાહુતિ થશે.

સાંસ્‍કૃતિક કાર્યક્રમો (LNDYM) ર ઓગ. ગુરૂવારે રાત્રે  ૮ કલાકે યોજાશે.

મહોત્‍સવ દરમિયાન  પ.પૂ. અ.સૌ. માતૃશ્રી (ગાદીવાળા) તથા પ.પૂ. નાના લાલજી શ્રી પુષ્‍પેન્‍દ્રપ્રસાદજી મહારાજશ્રી પધારી દર્શન, અમૃતવાણીનો લાભ આપશે. તેઓની પધરામણી કરાવવા ઇચ્‍છતા ભકતોને શ્રી સતિષ પટેલ 07772011784  દ્વારા સંપક સાધવા જણાવાયું  છે.

કાર્યક્રમનું લાઇવ પ્રસારણ www.swaminaraya.cc www svg. org  દ્વારા કરાશે.

દરરોજ કથા પારાયણ વિરામ બાદ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેવું શ્રી સ્‍વામિનારાયણ વડતાલ ગાદીની યાદીમાં જણાવાયું છે.

(11:25 pm IST)