Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

પાકિસ્તાન દૂતાવાસના 32 કર્મચારીઓ વતનમાં પરત ફર્યા : પાકિસ્તાન ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીના 6 કર્મચારીઓ પણ આવતીકાલ મંગળવારે ભારત પાછા ફરશે : 50 ટકા કર્મચારીઓ ઘટાડી નાખવાના ભારત સરકારના આદેશનો અમલ

ન્યુદિલ્હી : ભારત સરકારે દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસ કચેરીનો સ્ટાફ 50 ટકા ઘટાડી નાખવાની સૂચના આપી છે.જેનો અમલ એક સપ્તાહમાં કરવાનો હોવાથી આજરોજ પાકિસ્તાની દૂતાવાસના 32 કર્મચારીઓ તથા તેમના પરિવાર સહીત 106 લોકો વાઘા બોર્ડર થઈને વતનમાં પરત ફર્યા છે.
સામે પક્ષે પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસના પણ 50 ટકા કર્મચારીઓ પરત મોકલવાના હોવાથી 6 કર્મચારીઓ તથા તેમના પરિવાર સહિત 32 લોકો મંગળવારે ભારત આવી પહોંચશે.

(7:00 pm IST)