Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

" અમેરિકન ફર્સ્ટ " : ચૂંટણીના વર્ષમાં સ્થાનિક નાગરિકોને નોકરી મળે તે માટે એચ.-1બી વિઝા ઉપર પ્રતિબંધ મુક્યો : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું આ પગલું આત્મઘાતી નીવડશે : કોમ્પ્યુટર,આઇ.ટી.એન્જીનીઅરીંગ ,સહિતના ક્ષેત્રોમાં વિદેશી નિષ્ણાતોનું 76 ટકા પ્રભુત્વ : સ્થાનિક નાગરિકો આ ક્ષેત્રોમાં કામયાબ નહીં નીવડે : અર્થતંત્રને નુકશાન જશે : હાર્વર્ડ યુનિવર્સીટી સહીત ઉદ્યોગપતિઓનું મંતવ્ય

વોશિંગટન : ચૂંટણીના વર્ષમાં સ્થાનિક નાગરિકોને નોકરી મળે તે માટે એચ.-1બી વિઝા ઉપર અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ મુકેલો પ્રતિબંધ આત્મઘાતી નીવડશે તેવું અગ્રણી ઉદ્યોગપતિઓનું મંતવ્ય છે. તેમના મતે કોમ્પ્યુટર ,આઇ.ટી.એન્જીનીઅરીંગ ,સહિતના  ક્ષેત્રોમાં વિદેશી નિષ્ણાતોનું 76 ટકા પ્રભુત્વ છે.  સ્થાનિક નાગરિકો આ ક્ષેત્રોમાં કામયાબ નહીં નીવડે કારણકે મોટા ભાગના સ્થાનિક નાગરિકો પાસે આ માટેની લાયકાત જ નથી. તેથી અર્થતંત્રને નુકશાન જશે
યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ અનુસાર 2019-20માં સૌથી વધુ 2.5 લાખ એચ-1બી વિઝા કમ્પ્યૂટર-આઈટીના હતા. એન્જિનયરિંગ, આર્કિટેક્ચર બીજા નંબરે છે. ટ્રમ્પનું માનવું છે કે, સસ્તા વિદેશી કર્મચારીઓના કારણે સ્થાનિક લોકોને નોકરી મળતી નથી.
સ્ટેટિસ્ટા અને યુએસસીઆઈએના આંકડા મુજબ એચ-1બી વિઝાવાળા કર્મચારીઓની વાર્ષિક આવક 1.14 લાખ ડોલર (રૂ.85 લાખ) છે, જેને સસ્તા કહી શકાય નહીં. બીજું, એચ-1બી આઈટી વ્યવસાયિકોની અછત દૂર કરવામાં અસરકારક સાબિત થયો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ કહ્યું કે, સૌથી વધુ માગવાળા એચ-1બી વિઝા સહિત અન્ય વિઝા રદ્દ કરવા દૂરદર્શી નીતિ નથી.

(12:40 pm IST)