Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

હિલેરી ક્લિન્ટને જો બિડનને સમર્થન ઘોષિત કર્યું : અમરિકાના પ્રેસિડન્ટ પદ માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યા

વોશિંગટન : 2016 ની સાલના અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર તથા વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ સામે પરાજિત થયેલા મહિલા હિલેરી ક્લિન્ટને 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર તથા પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડનને સમર્થન ઘોષિત કર્યું છે.
ક્લિન્ટને જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ પદ માટે વર્તમાન સમયમાં જો બિડન શ્રેષ્ઠ ઉમેદવાર છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ડેમોક્રેટ અગ્રણીઓ પૈકી પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા ,સેનેટર એલિઝાબેથ ,ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલ ,ડેમોક્રેટ પૂર્વ ઉમેદવાર બર્ની સેન્ડર્સ સહીત અનેક આગેવાનો સમર્થન ઘોષિત કરી ચુક્યા છે.જે બાબતને ધ્યાને લેતા જો બિડન વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા વધુ સબળ થઇ ચુક્યા હોવાનું રાજકીય અગ્રણીઓનું અનુમાન છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:56 pm IST)