Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

યુ.કે.ના લેસ્‍ટરમાં આવેલા હિન્‍દુ ટેમ્‍પલમાં ૧૩ એપ્રિલ શનિવારે ‘‘રામ જન્‍મોત્‍સવ'' ઉજવાશેઃ બપોરે ૧૨ વાગ્‍યાથી પારણું ઝુલાવી દર્શન કરવાનો લહાવો

લેસ્‍ટરઃ યુ.કે.માં શ્રી હિન્‍દુ ટેમ્‍પલ એન્‍ડ કોમ્‍યુનીટી સેન્‍ટર, લેસ્‍ટર મુકામે આગામી ૧૩ એપ્રિલ ૨૦૧૯ શનિવારના રોજ રામ જન્‍મોત્‍સવ ઉજવાશે. જે અંતર્ગત સવારે ૧૦-૩૦ કલાકથી ભજન કિર્તન ચાલુ રહેશે. તથા બપોરે ૧૨ વાગ્‍યાથી પારણું ઝુલાવી દર્શનનો લાભ લઇ શકાશે. મંદિર આખો દિવસ ખુલ્લુ રહેશે.

વિશેષ માહિતી માટે હિન્‍દુ મંદિરના કોન્‍ટેક નં.૦૧૧૬-૨૪૬-૪૫-૯૦ દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(9:37 pm IST)