Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2019

અમેરિકામાં ૨૦૩૦ની સાલ સુધીમાં ૧ લાખ ૨૧ હજાર જેટલા તબીબોની ઘટ સર્જાશેઃ વિદેશોમાંથી આવતા તબીબો માટે ટ્રમ્પ શાસનની જટિલ વીઝા પ્રક્રિયા જવાબદારઃ એશોશિએશન ઓફ અમેરિકન મેડીકલ કોલેજીસનો અહેવાલ

વોશીંગ્ટનઃ અમેરિકામાં ૨૦૩૦ની સાલ સુધીમાં ૧ લાખ ૨૧ હજાર જેટલા તબીબોની ઘટ સર્જાશે. તેવું એશોશિએશન ઓફ અમેરિકન મેડીકલ કોલેજીસ (AAMC)ના અહેવાલમાં જણાવાયું છે.

અહેવાલમાં વિશેષમાં જણાવ્યા મુજબ વિદેશોમાંથી આવતા તબીબોને માન્યતા આપવા માટેની જટિલ તથા લાંબી પ્રક્રિયા જો સરળ બનાવાય તો જ આ ઘટ ઓછી કરી શકાય તેમ છે.

આરોગ્ય ક્ષેત્રે નિર્માણ થનારી ઘટમાં પ્રાઇમરી કેર, મેડીકલ સ્પેશ્યાલીટીસ, સર્જીકલ સ્પેશ્યાલીટીસ તથા અન્ય સ્પેશ્યાલીટીસનો સમાવેશ થાય છે.

હાલમાં વિદેશથી તબીબની ડીગ્રી લઇને આવનારાઓને યુ.એસ.માં સ્ટુડન્ટ વીઝા તથા ઇંગ્લીશ એકઝામ પાસ કરવાની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને તેમાંથી પસાર થયા પછી પણ સ્ટુડન્ટ વીઝાની મુદત પૂરી થઇ ગયા પછી યુ.એસ.માં કેવી રીતે રોકાવું તે પ્રશ્ન નડે છે આમ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા પછી ઉપરોકત પ્રશ્ન વધુ મુશ્કેલ બન્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:42 am IST)