Gujarati News

Gujarati News

News of Tuesday, 27th March 2018

‘‘સ્‍પંદના ફાઉન્‍ડેશન'' જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ચલાવાતી સ્‍કૂલો, અનાથાશ્રમો, તથા ભારતના વંચિતોને મદદરૂપ થવા' કાર્યરત સંસ્‍થાઃ સાન રામોન કેલિફોર્નિયા મુકામે ફાઉન્‍ડેશન આયોજીત સ્‍પેલીંગ બી સ્‍પર્ધામાં ૨૦૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

કેલિફોર્નિયાઃ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ચલાવાતી સ્‍કૂલો તથા અનાથાશ્રમો, તેમજ ભારતના વંચિતોને મદદરૂપ થવા કાર્યરત સ્‍પંદના ફાઉન્‍ડેશનના ઉપક્રમે તાજેતરમાં ૨૪ ફેબ્રુ.૨૦૧૮ના રોજ ‘‘સ્‍પંદના સ્‍પેલીંગ બી ૨૦૧૮'' કોમ્‍પીટીશનનું આયોજન કરાયું હતું.

સાન રામોન કેલિફોર્નિયા મુકામે યોજાયેલ આ સ્‍પર્ધામાં  ૧ થી ૮ ગ્રેડના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા ૩ ભાગમાં સ્‍પર્ધા યોજાઇ હતી. જેમાં કુલ ૨૦૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી સિનીયર કેટેગરીમાં આર્ય રેડ્ડીવરી, ઇન્‍ટર મિડીએટ કેટેગરીમાં વયુન ક્રિશ્ના તથા જુનિયર કેટેગરીમાં ચૈત્રા થુમ્‍માલા ચેમ્‍પીયન બન્‍યા હતા. સ્‍પર્ધા દરમિયાન ભેગુ થયેલુ ૧૦ હજાર ડોલરનું ફંડ ભારતના વંચિતો માટે વપરાશે તેવું ફાઉન્‍ડર શ્રી ગિરિ લંકપલ્લેએ જણાવ્‍યું હતું.

(10:05 pm IST)