Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ઇન્ડિયન અમેરિકન પોલીસ અધિકારી રોનિલ સિંહના હત્યારા તરીકે એક શકમંદ આરોપીની ધરપકડ

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં ન્યુમેન ખાતે રહેતા ઇન્ડિયન અમેરિકન પોલીસ અધિકારી 33 વર્ષીય રોનિલ સિંહ ઉપર 26 ડીસે 2018 ના રોજ ગોળીબાર કરી મોત નિપજાવવાના આરોપસર એક શકમંદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.જેની ઓળખ 33 વર્ષીય ગુસ્તાવો પેરેજ એરીયગા તરીકે થઇ છે.તે અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતો હતો.તથા બનાવ બાદ મેક્સિકો જવાની વેતરણમાં હતો તેની તેના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:32 pm IST)