Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત ગુજરાતી અમેરિકન મહિલા શ્રીમતિ પ્રતિમાબેન મણિયારનું દુઃખદ અવસાન : 64 વર્ષની વયે 26 ડીસે 2018 ના રોજ અંતિમશ્વાસ લીધા : આજ 29 ડીસે શનિવારે સ્મશાનયાત્રા

દિપ્તીબેન જાની દ્વારા : ન્યુજર્સી માત્ર 17 વર્ષની વયે અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા હોબોકેન ગયેલા સુશ્રી પ્રતિમાબેનએ ત્યાં ગુજરાત ખડું કરી દીધું હતું તથા પોતાના ગુલાબી સ્વભાવના કારણે કોમ્યુનિટીમાં લોકપ્રિય થઇ ગયા હતા.એટલુંજ નહીં પોતાના ભાઈ ભાંડુઓ સહિતના પરિવારને પણ સ્થાયી કરાવી દેવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.તેઓ ગુજરાતના વડોદરામાં આવેલા બહાદરપુરના વતની હતા.પ્રતિમાબેનએ શ્રી કૌશિકભાઈ મણિયાર સાથે  લગ્ન કરી તેમના જીવનને હર્યુંભર્યું બનાવી દીધું હતું. તેઓ તેમની 3 પુત્રીઓ સુશ્રી બીનાબેન,સુશ્રી જેનીબેન ,તથા સુશ્રી જલ્પાબેનને  તીન દેવીયા સમાન ગણતા હતા.તથા તેમની પુત્રીઓના સંતાનો કરીના તથા દિલાન માટે વડલા સમાન  વ્હાલસોયા દાદીમા બની રહ્યા હતા.જેઓ બાળકોને જ્ઞાન આપવાની સાથે ગમ્મત પણ કરાવવાનું ચુકતા નહોતા સુશ્રી પ્રતિમાબેન  26 ડીસે 2018 બુધવારના રોજ 64 વર્ષની વયે સહુને વિલાપ કરતા છોડી ગયા છે.

સદગતની અંતિમયાત્રા આજ શનિવારે બપોરે 12.30 થી 2.30 દરમિયાન  M. David DeMarco Funeral Home, Inc., 205 Rhode Hall Rd., Monroe Twp., NJ મુકામે યોજાશે

(12:00 am IST)