Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ડેમોક્રેટીક પાર્ટીના હાઉસના વરાયેલા નેતાઓએ બુધવારે (આજે) પોતાના પક્ષની બંધ બારણે મળેલી બેઠકમાં હાઉસના સ્પીકર પદ માટે કેલીફોર્નિયાના પ્રતિનિધિ નેન્સી પલોસીના નામની દરખાસ્ત પર મારેલી મંજુરીની મહોરઃ સાઉથ કેરોલીનાના પ્રતિનિધિ જીમ કલેબોર્ન બહુમતી પક્ષના નેતા તેમજ મેરીલેન્ડના પ્રતિનિધ સ્ટેની હોયર હાઉસના મેજોરીટી લીડર તરીકે ચુંટાયાઃ રીપબ્લીકન પાટી તરફની કેવીન મેકાશી કેલીફોર્નિયાના પ્રતિનિધિ લઘુમતી પક્ષના નેતા જયારે સ્ટીવ સ્કેલીઆ લઘુમતી પક્ષના વીપ તરીકે ચુંટાયાઃ સેનેટમાં રીપબ્લીકન પાર્ટીના સભ્યોની બહુમતી હોવાથી મીચ મેકોનલ નેતા તરીકે જયારે ચાર્લ્સ શ્યુમર ન્યુયોર્કના સેનેટર લઘુમતી પાર્ટીના નેતા વરાયા

(અમારા પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ચાલુ મહિના નવેમ્બર માસ દરમ્યાન છઠ્ઠી તારીખે મધ્યવર્તી ચુંટણી જે યોજાઇ હતી તેના પરીણામે બહાર આવતા રીપબ્લીકન પાર્ટીએ પોતાના સત્તાના સુત્રો ગુમાવતા હવે તેનો કબજો ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારના હાથમાં આવ્યો છે અને તેથી આગામી બે વર્ષ દરમ્યાન હાઉસ બરાબર વ્યસ્થીત રીતે કાર્ય કરી શકે તે માટે તેના નેતાઓની નિયમ અનુસાર વરણી કરવામાં આવી હતી. અને આજે બુધવારે ડેમોક્રેટીક પાર્ટીના ચુંટાયેલા સભ્યોની એક મીટીંગ વોશીંગટન ડીસીમાં બંધ બારણે મળી હતી અને તેમાં આગામી બે વર્ષ માટે સ્પીકરના પદ માટે કેલીફોર્નિયાના હાઉસના પ્રતિનિધિ નેન્સી પલોસીના નામની દરખાસ્ત પર મંજુરીની મહોર મારવામાં આવી હતી.

આ પ્રસંગે ડેમોક્રેટીક પાર્ટીના સાઉથ કેરોલીનાના હાઉસમાં ચુંટાયેલા નેતા જીમ કલેબોને બહુમતી સભ્યોના વીપના નેતા તરીકે વરાયા હતા જયારે ફોરીલેન્ડ રાજયના હાઉસના પ્રતિનિધિ સ્ટેની હોયર મેજોરીટી લીડર તરીકે વચયા હતા.

વધારામાં આજથી બે અઠવાડીયા પૂર્વે ૧૪મી નવેમ્બરને બુધવારે હાઉસના રીપબ્લીકન પાર્ટીના ચુંટાયેલા સભ્યોની એક પક્ષની મિટીંગ મળી હતી અને તેમાં કેવીન મેકાર્થીકે જેઓ કેલીફોર્નિયા રાજયમાંથી હાઉસમાં ચુંટાયેલા છે તેઓએ તેમના હરીફ જીમ જોર્ડનને હરાવીને લઘુમતી પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા જયારે સ્ટીવ સ્કેલીઆ લઘુમતી વીપના નેતા તરીકે વરાયા હતા.

સેનેટરમાં રીપબ્લીકન પાર્ટીના નેતાઓની બહુમતી હોવાથી બહુમતીના નેતા તરીકે મીચ મેકોનલની તથા લઘુમતી પક્ષા નેતા તરીકે ડેમોક્રેટીક પાર્ટીના અગ્રણી ચાર્લ્સ શ્યુમર તરીકે વરાયા હતા.

હાઉસના સ્પીકર તરીકે જાન્યુઆરી માસની ૩જી તારીખે જયારે હાઉસના પ્રતિનિધિઓની સ્પીકરની વરૂણી કરવા માટે મીટીંગ મળશે ત્યારે તે વેળા સ્પીકરનો તાજ કોનાશીરે મુકવામાં આવશે તે તરફ સૌનું ધ્યાન કેન્દ્રિત થયેલુ જોવા મળે છે માટે આપણે સૌ જાન્યુઆરીની ૩જી તારીખે સુધી રાહ જોઇએ એ હિતાવહ છે પરંતુ આ અંગે જાણવા મળે છે તેમ સ્પીકર તરીકે નેન્સી પલોસી આ તાજ પહેરશેએ ચોક્કસ બીના છે

(7:16 pm IST)