Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અમેરિકામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ઓરેન્જ કાઉન્ટી કેલિફોર્નિયાના ઉપક્રમે અન્નકૂટ મહોત્સવ ઉજવાયો : 250 ઉપરાંત ભાવિકોએ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો

કેલિફોર્નિયા : કેલિફોર્નિયા ઓરેન્જ કાઉન્ટી ના અર્વાઈન-રીજીયોનલ પાર્કમાં  સ્વામિનારાયણ મંદિર- BAPS ભાવિક ભક્તો  માટે આયોજીત અન્નકુટ મહોત્સવ યોજાઈ ગયો. અંદાજે ૨૫૦ થી વધુ ભાવિકોની હાજરીમાં મુખ્ય યજમાન દીપેશ પટેલ-હેપ્પી પટેલ તથા સહ યજમાનોની પ્રેરણાથી પંડિત-સંતોની દોરવણીમાં પૂજા વિધિ-વિધાનપુર્વક ઉજવાયો હતો.

 માટે સવારથીજ પાર્કના કુદરતના સાનિધ્યમાં યોજાયેલા મહોત્સવમાં સ્વયંમ પોતેજ બનાવેલ વાનગીઓ ધરાવવા સૌ આવી પહોચ્યા હતા. પાર્કમાં વ્યવસ્થાપકો તથા સ્વયંસેવકોએ ખૂબ જહેમતથી બનાવેલ પૂજા સ્થાન તથા અન્નકુટ દર્શન સ્ટેજ આકર્ષક રીતે બનાવીને સુંદર ગોઠવણી કરવામાં આવેલ. ૫૬ ભોગથી પણ વધુ આઈટમોનો રસથાળ માણવા અને જોવાનો આનંદ કઈં ઓરજ હતો.પ્રારંભમાં સ્વાગત્ત બાદ આજના પ્રસંગનું મહત્વ તથા પૂંજા અંગેની માહિતી આપવામાં આવી  હતી.યજમાન-સહયજમાન તેમજ અત્રે આવેલાં તમામ સભ્યોને પૂંજા સામગ્રી વિતરણ કરાઈ હતી. તેમજ રીતે હાજર તમામે પૂજાનો  લાભ મેળવ્યો હતો. ત્યાર બાદ આરતીનો સમૂહ લાભ સૌએ લીધો હતો.નૈર્સગીક વાતારણમાં યોજાયેલ પ્રસંગ ચિત્તને  પ્રસન્નતા આપી ગયો હતો.બાદમાં હાજર સૌ પ્રિતિભોજન બાદ એક-મેક્ને નવા વર્ષની શુભેચ્છાઓની પ્રેમપૂર્વક આદાન પ્રદાન કરતાં સૌ વિખરાયા હતા.તેવું   માહિતી શ્રી  હર્ષદરાય શાહ અને તસ્વિર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(7:13 pm IST)