Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

યુ.એસ.માં દર્દીઓને હાઈડોઝની તથા બિનજરૂરી નશાકારક દવાઓ આપવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન કાર્ડીઓલોજીસ્ટ ડો.દેવેન્દ્ર પટેલ કસુરવાન : માર્ચ 2019 માં સજા ફરમાવાશે

ન્યયોર્ક : અમેરિકામાં દર્દીઓને હાઈડોઝની તથા બિનજરૂરી  નશાકારક દવાઓ આપવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન કાર્ડીઓલોજીસ્ટ 59 વર્ષીય ડો.દેવેન્દ્ર પટેલ ને યુ.એસ.ડીસ્ટ્રીકટ જજએ કસુરવાન ગણેલ છે.નોર્થઇસ્ટર્ન નેવાડામાં પ્રેક્ટિસ કરતા આ ડોક્ટરને ડિસેમ્બર 2017 માં જ્યુરીએ કસુરવાન ગણ્યા બાદ લાઇસન્સ સસ્પેન્ડ  કરાયું હતું તેમના ઉપર દર્દીઓને  સપ્ટે 2015 થી ફેબ્રુઆરી 2016 દરમિયાન ઓક્સીકોડોન તથા હાઈડ્રોકોડોન દવાઓ આપી મેડિકલ નિયમોનો ભંગ કરવાનો આરોપ હતો.  હવે તેઓને કોર્ટએ પણ કસુરવાન ગણતા  માર્ચ 2019 માં સજા ફરમાવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:55 pm IST)