Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2017

‘‘સાઉથ એશિયન કાઉન્‍સીલ ફોર સોશીઅલ સર્વિસીઝ ( SACSS)'': ભૂખ્‍યા રહેતા એશિયન અમેરિકન પ્રજાજનોનો જઠરાગ્નિ શાંત કરવા ફૂડ બેંક ચલાવતી ન્‍યુયોર્કની સંસ્‍થાઃ ૧૨ નવેં.ના રોજ યોજાયેલા ગાલા પ્રોગ્રામમાં ફુડ પેન્‍ટ્રીમાં સેવાઓ આપતા વોલન્‍ટીઅર્સનું બહુમાન કરાયું

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં ન્‍યુયોર્ક મુકામે ૨૦૧૬ની સાલમાં શરૂ કરાયેલ ‘‘સાઉથ એશિયન કાન્‍સીલ ફોર સોશિયલ સર્વિસીઝ (SACSS)ના ઉપક્રમે તાજેતરમાં ૧૨ નવેં.ના રોજ ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો.

પૂરતું ભોજન નહીં મેળવી શકતા જરૂરિયાતમંદ સાઉથ એશિયન પ્રજાજનો માટે કાર્યરત આ ફુડ બેંકમાં સેવા આપનારાઓનું આ પ્રસંગે બહુમાન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે લ્‍ખ્‍ઘ્‍લ્‍લ્‍ દ્વારા દર અઠવાડિયે ૧૨૬૩ જેટલા ભૂખ્‍યા સાઉથ એશિયન પ્રજાજનોને ભોજન પૂラરૂ પાડવામાં આવે છે જેનો અહેવાલ ન્‍યુયોર્ક ટાઇમ્‍સમાં પણ પ્રસિધ્‍ધ થયો હતો.

 

(10:55 pm IST)