Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પુરગ્રસ્‍ત કેરળની વહારે ૩ ઇન્‍ડિયન અમેરિકનઃ પાંચ દિવસમાં ૧પ લાખ ડોલર(અંદાજે ૧૩ કરોડ પ૦ લાખ રૂપીયા) ભેગા કરી દીધાઃ ‘‘સેવા ઇન્‍ટરનેશનલ''નો ૧ લાખ ડોલરના ડોનેશનનો લક્ષ્યાંકઃ મલયાલી ઓર્ગેનાઇઝેશન આ વર્ષના ઓનમ ઉત્‍સવને ફંડ રેઇઝીંગ ઉત્‍સવ તરીકે ઉજવશે

.ઇલિનોઇસઃ ભારતના કેરાલામાં  આવેલા પાણીના પુરથી થયેલી સેંકડો લોકોની જાનહાનિ અને મોટી રકમની માલહાનિના કારણે વરસી રહેલા સહાયના ધોધ વચ્‍ચે ઇલિનોઇસ  સ્‍થિત ૩ ઇન્‍ડિયન અમેરિકન વતનની વહારે આવ્‍યા છે જેમણે માત્ર પાંચ જ દિવસના ટુંકા ગાળામાં ૧પ લાખ ડોલર (અંદાજે ૧૩ કરોડ પ૦ લાખ રૂપિયા) ભેગા કરી દીધા છે જે  કેરળ મોકલી અપાયા છે.

કેરળના અસરગ્રસ્‍ત વિસ્‍તારના  આ ૩ રહેવાસીઓ અરૂણ નેલ્લામેટોસ, આજોમન પુથુરેઇલ, તથા આબિન કુલાથિલકરોટુ  Keral Flood Relief fund USA  મારફત ઉપરોકત રકમ ભેગી કરી દીધી હતી. જે ૩૦ હજાર જેટલા ડોનર દ્વારા મળેલી ર૦ ડોલરથી રપ૦ ડોલર જેટલી રકમ હતી.

આ  ત્રણે મિત્રોએ મોકલેલી રાહતની આ જંગી રકમને ધ્‍યાને લઇ કેરળના મુખ્‍યમંત્રીએ તેમને રૂબરૂ કેરળ આવવા  આમંત્રણ પાઠવ્‍યું છે.

સહાય મોકલનારા અન્‍ય દાતાઓ પૈકી સેવા ઇન્‍ટરનેશનલએ ૧ લાખ ડોલરના લક્ષ્યાંક સામે ૧૦ હજાર ડોલરનું ફંડ ભેગું  કરી લીધું છે.

ઉપરાંત યુ.એસ. સ્‍થિત મલયાલી ઓર્ગેનાઇઝેશનએ પણ ઓનમ ઉત્‍સવ પ્રસંગને  ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે.

 

(10:08 pm IST)