Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

અમેરિકાના ન્યૂજર્સીમાં 31 ઓગ.થી 2 સપ્ટે 2018 દરમિયાન યોજાનારી ' ચલો ઇન્ડિયા ' ઇવેન્ટ ભારત તથા અમેરિકા વચ્ચેના સબંધો વધુ મજબૂત બનાવશે : મુંબઈ ખાતેના અમેરિકાના કોન્સ્યુલ જનરલ એડગર્ડ કાગન એ શુભેચ્છા પાઠવી વિશ્વાસ વ્યક્ત કર્યો : આયોજકો શ્રી સુનિલ નાયક તથા શ્રી પ્રફુલ નાયક અને તેમની ટીમને બિરદાવી

દિપ્તીબેન જાની દ્વારા - ન્યુજર્સી : યુ.એસ.ના ન્યૂજર્સીમાં   2006 ની સાલથી શરૂ થયેલી ' ચલો ગુજરાત' ઇવેન્ટ હવે 2018 ની સાલમાં વિસ્તૃત ફલક સાથે આગામી 31 ઓગ.થી 2 સપ્ટે. શુક્ર. શનિ. તથા રવિવાર દરમિયાન એન. જે. એક્સ્પો સેન્ટર, એડિસન ન્યુજર્સી મુકામે શરૂ થઇ રહી છે.

શ્રી સુનિલ નાયક,શ્રી પ્રફુલ નાયક.તથા તેમની ટીમ દ્વારા આયોજિત આ 'ચલો ઇન્ડિયા 'ઇવેન્ટમાં 50 હજાર કરતા પણ વધુ લોકો ઉમટી પડશે.250 જેટલા કલા કસબીઓ હાજરી આપશે,તેમજ જુદા જુદા ક્ષેત્રોના એક હજાર ઉપરાંત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ ઇવેન્ટને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિડિઓ કોન્ફરન્સ દ્વારા શુભેચ્છા પાઠવી છે. તથા વિદેશની ધરતી ઉપર ભારતની સંસ્કૃતિ ઉજાગર કરવા બદલ આયોજકોને બિરદાવ્યા છે.

આ તકે ભારતમાં મુંબઈ ખાતેના અમેરિકાના કોન્સ્યુલ જનરલ શ્રી એડગાર્ડ કાગન એ પણ આ ઇવેન્ટને બન્ને દેશો વચ્ચેના સબંધો વધુ મજબૂત બનાવનારી ગણાવી આયોજકો  શ્રી સુનિલભાઈ નાયક, શ્રી પ્રફુલભાઇ નાયક, તથા તેમની ટીમને  શુભેચ્છા પાઠવી છે. તથા તેઓના પ્રયાસને બિરદાવ્યો છે.

(7:03 pm IST)