Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં 19 ઓગ.ના રોજ ઇસ્કોન આયોજિત રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા: ભગવાન જગન્નાથજી, બલભદ્રજી, તથા સુભદ્રાજીનાં રથને દોરડાથી ખેંચવાનો લ્હાવો લીધો

 

સાન ફ્રાન્સિકો :અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડન ગેઇટ પાર્ક ખાતે 19 ઓગ.રવિવારના રોજ ઇસ્કોન ના ઉપક્રમે 52 મી વાર્ષિક રથયાત્રા યોજાઈ ગઈ.જેમાં અમેરિકા ઉપરાંત વિશ્વભરના 5000 જેટલા શ્રદ્ધાળુઓ જોડાયા હતા.તથા ભગવાન જગન્નાથજી,બલભદ્રજી ,અને સુભદ્રાજીનાં રથને દોરડાથી ખેંચવાનો લ્હાવો લીધો હતો.

 બર્કલે કેલિફોર્નિયા ખાતેના ઇસ્કોન ટેમ્પલ પ્રેસિડન્ટ જગન્નાથસ્વામી દાસજીના નેતૃત્વ હેઠળ તથા ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્સીઅસનેસ આયોજિત  રથયાત્રામાં જોડાયેલા ભક્તો ઢોલ,નગારા,તથા સંગીતના નાદ સાથે મન મૂકીને નાચ્યા તથા કૂદયા હતા.તથા રથયાત્રામાં જોડાવાનો લ્હાવો લીધો હતો.

(8:58 pm IST)