Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

સંયુક્ત રાષ્ટ્રની યુવા એડવાઈઝરી કમિટીમાં ભારતની મહિલા સુશ્રી અર્ચના સોરેંગની નિમણુંક : પર્યાવરણ સુરક્ષા માટેની કમિટીમાં સ્થાન

ન્યુયોર્ક : સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુટેરેગે સંયુક્ત રાષ્ટ્રની યુવા એડવાઈઝરી કમિટીમાં ભારતની મહિલા સુશ્રી અર્ચના સોરેંગની નિમણુંક કરી છે.
સુશ્રી અર્ચના જલવાયુ પર્યાવરણ કાર્યકર છે.જેઓને પર્યાવરણ સુરક્ષા માટેની કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.જે કમિટીમાં વિશ્વના 6 યુવા પર્યાવરણ સુરક્ષા યુવા ને સ્થાન અપાયું છે.
સુશ્રી અર્ચનાએ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિઅલ સાયન્સીઝ મુંબઈમાં અભ્યાસ કરેલો છે.તથા તેઓ વન્ય તેમજ જલવાયુ સુરક્ષા ક્ષેત્રે કાર્યરત છે.તથા સુપ્રતિષ્ઠિત એડવોકેટ છે.
આ યુવા કમિટી પર્યાવરણ ક્ષેત્રે વિશ્વને સલાહ સૂચન કરશે

(6:26 pm IST)