Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

યુ.એસ.ના એટલાન્ટામાં ૨૩ જુનના રોજ આંતર રાષ્ટ્રિય યોગા દિન ઉજવાયોઃ જુદા જુદા ૫૦ જેટલા ઓર્ગેનાઇઝેશન્શના ૮૦૦ ઉપરાંત લોકો જોડાયા

એટલાન્ટાઃ યુ.એસ.માં એટલાન્ટા કોમ્યુનીટી દ્વારા ૨૦૧૫ની સાલથી ઉજવાતા આંતર રાષ્ટ્રિય યોગા દિન અંતર્ગત તાજેતરમાં ૨૩ જુન ૨૦૧૯ના રોજ યોગા દિન ઉજવાઇ ગયો. જેમાં જુદા જુદા ૫૦ જેટલા ઓર્ગેનાઇઝેશન્શના ૮૦૦ ઉપરાંત લોકો જોડાયા હતા.

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા એટલાન્ટા સાથેના સંયુકત ઉપક્રમે હેરીટેજ પાર્ક, સેન્ડી સ્પ્રિંગ ખાતે કરાયેલી ઉજવણીમાં વાઇસ કોન્સ્યુલેટ શ્રી શૈલેષ લટકાટીયાએ સહુ ઉપસ્થિતોનું સ્વાગત કર્યુ હતું તથા ભારતના પ્રાઇમ મિનીસ્ટર શ્રી નરેન્દ્ર મોદીનો શુભેચ્છા સંદેશ મોટા પડદા ઉપર દર્શાવાયો હતો.

આ તકે કોન્સ્યુલેટ જનરલ ડો.સ્વાતિ કુલકર્ણી તથા સેન્ડી સ્પ્રિંગ મેયર સહિતના અગ્રણીઓએ દીપ પ્રાગટય દ્વારા આંતર રાષ્ટ્રિય યોગા દિન ખુલ્લો મુકયો હતો બાદમાં યોગા ટીચર્સ સહિતના તમામ ઉપસ્થિતોએ યોગા કરી તેના મહત્વનો લાભ મેળવ્યો હતો.

શ્રી અજય હુડે, શ્રી સુધીર અગ્રવાલ, તથા શ્રી રાજીવ મેનનએ સહુનો આભાર માન્યો હતો. પટેલ બ્રધર્સ દ્વારા વેજીટેરીઅને ફુડ સ્પોન્સર કરાયું હતું. તેવું સુશ્રી રૂચિતા તથા શ્રી વાસુદેવ પટેલના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(7:54 pm IST)