Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભારતના પૂર્વ કેન્દ્રીય મિનિસ્ટર તથા હાલના ગુજરાત ગૌસેવા વિકાસ બોર્ડ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા અમેરિકાના પ્રવાસે: બીજેપી મિત્રો,એન.આર.આઇ.તથા ડોક્ટર ગ્રુપ્સ સાથે મુલાકાત કરશે:6 થી 8 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર પટેલ ક્લચર સમાજ આયોજિત સમારંભમાં હાજરી આપશે

ન્યુજર્સી: ભારતના પૂર્વ હેલ્થ મિનિસ્ટર,તથા હાલના ગુજરાત રાજ્યના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ચેરમેન શ્રી ડો વલ્લભભાઈ કથીરિયા 27 જૂનથી અમેરિકાના પ્રવાસે ગયા છે.

    પ્રવાસ દરમિયાન બીજેપી મિત્રો, એનઆરઆઇ અને ન્યૂજર્સી, ન્યૂયોર્ક, કનેક્ટિકટ અને પેન્સિલવેનિયાના ડોક્ટર ગ્રુપ્સ સાથે મુલાકાત કરશે.

- આ સિવાય 5 જુલાઇના રોજ તેઓ કોલમ્બસ, ઓહાયોમાં એક ઉદ્ઘાટન સમારંભમાં ચીફ ગેસ્ટ અને કિ-નોટ સ્પીકર તરીકે હાજરી આપશે.

- પ્રવાસ દરમિયાન તેઓ હેલ્થ એન્ડ સોશિયો-ઇકોનોમિકલ ઇશ્યુ અતંર્ગત અલગ અલગ એનઆરઆઇ ગ્રુપ સાથે ચર્ચા કરશે.

- 6, 7 અને 8 જુલાઇ દરમિયાન ડૉ. કથીરિયા ઓન્ટારિયોમાં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ સમારંભમાં હાજરી આપશે. ઉપરાંત લોસ એન્જલસમાં 'ઇન્વેસ્ટમેન્ટ ઑપર્ચ્યૂનિટિ ઇન કાઉ બેઝ્ડ બિઝનેસ' કાર્યક્રમમાં વક્તવ્ય આપશે.

    ડૉ. કથીરિયાની યુએસ ટૂર દરમિયાન તેઓની સાથે જાણીતા યુરોલોજિસ્ટ ડૉ. પ્રદીપ કણસાગરા પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

- ડૉ. પ્રદીપ કણસાગરા મેનેજિંગ ટ્રસ્ટીના ફાઉન્ડર અને રાજકોટની બી.ટી. સવાની કિડની હોસ્પિટલના ભૂતપૂર્વ ચેરમેન છે.

- ડૉ. કણસાગરા ટૂર પ્રોગ્રામને કો-ઓર્ડિનેટ કરશે. યુએસ ટૂર દરમિયાન ડૉ. કથીરિયા મોદી સરકારના સોશિયો-ઇકોનોમિક ડેવલપમેન્ટ અને વૈશ્વિક દ્રષ્ટીએ ભારતની છબિ અંગે વિવિધ કાર્યક્રમોમાં ચર્ચા કરશે.

- આ ઉપરાંત તેઓ અમેરિકામાં વસતા ગુજરાતીઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019 ગાંધીનગર, પ્રવાસી ભારતીય દિવસ અને ગ્લોબલ સમિટ વારાણસી -2019માં આવવાનું આમંત્રણ આપશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)
  • સાણંદ તાલુકા પંચાયત ભાજપે ગુમાવી : ૧૩ સભ્યોનો સાથ મેળવી કોંગ્રેસની જીતઃ ઉપપ્રમુખ પદે ભરતસિંહ ડોડીયાની થઇ વરણીઃ પ્રમુખ પદે રંજનબેન વાઘેલા ચુંટાયા access_time 4:07 pm IST

  • પહેલી જાન્યુઆરીથી જીએસટીનું નવું રિટર્ન ફોર્મ આવશે :સોફ્ટવેરની સફળતા પૂર્વક બીટા ટેસ્ટિંગ પછી સરકાર નવું રિટર્ન ફોર્મ લાવશે એવું ફાઈનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયાએ જણાવ્યુ હતું.: જીએસટીના અંતર્ગત ખોટા ઈનપુટ ક્રેડિટના દાવાઓને કારણે મોટા ભાગે કરચોરી access_time 1:12 am IST

  • લાલુને ઇલાજ માટે હાઇકોર્ટ તરફથી બીજી વખત મળી ૬ સપ્તાહની પ્રોવિઝનલ બેલઃ ૧૧ મી મેથી જામીન ઉપર છેઃ હવે ૧૭ ઓગસ્‍ટ સુધી રાહતઃ ૬ માંથી ૪ કેસમાં થઇ છે સજા access_time 3:44 pm IST