Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

UN ખાતેના અમેરિકાના એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન મહિલા શુશ્રી નિક્કી હેલીએ ભારતના પ્રવાસ દરમિયાન મંદિર,મસ્જિદ,તથા ગુરુદ્વારામાં શીશ ઝુકાવી દર્શન કર્યા

ન્યુ દિલ્હી: યુનાઇટેડ  નેશન્સના અમેરિકાના એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન મહિલા શુશ્રી નિક્કી હેલી બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. પ્રવાસ દરમિયાન તેમણે દિલ્હી સહિત જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી હતી.જે અંતર્ગત તેઓએ મંદિર,મસ્જિદ,તેમજ ગુરુદ્વારામાં દર્શન કરી શીશ ઝુકાવ્યું હતું તેમજ ગુરુદ્વારામાં ચાલતા લંગરમાં પણ સેવા આપી હતી.

  ભારત તથા અમેરિકા વચ્ચેના સબંધો વધુ દ્રઢ કરવા તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પણ મળશે.તેમણે નોબલ પુરસ્કાર વિજેતા શ્રી કૈલાશ સત્યાર્થી સંચાલિત મુક્તિ આશ્રમની પણ મુલાકાત લીધી હતી.ઉપરાંત યુ.એસ. ઈંગ્લીશ લેન્ગવેજ પ્રોગ્રામમાં શામેલ બાળકો સાથે  હેરિટેજ પાર્ક ખાતેની સુંદર નર્સરીમાં સેલ્ફી પણ લીધી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:54 pm IST)