Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ઇન્ડિયન અમેરિકન મહિલા સ્મૃતિ સક્સેનાના મોતનું રહસ્ય એક વર્ષ પછી પણ અણઉકેલ : પતિ સોનમ સક્સેના સાથે ફેબ્રુઆરી 2020 માં હવાઈ દ્વીપ પર ગયા પછી સ્થળ ઉપર જ મોત : પોલીસ તપાસ ચાલુ

હવાઈ : પોતાની મોટી પુત્રીના જન્મદિવસની ઉજવણી માટે વોશિંગટન સ્થિત ઇન્ડિયન અમેરિકન દંપતી  હવાઈ ટાપુ ઉપર ગયું હતું. જ્યાં મહિલાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. જેનું  રહસ્ય આજે એક વર્ષના સમયગાળા પછી પણ અણઉકેલ છે.

વેસ્ટ  હવાઈ ટુડેના  અહેવાલમાં જણાવાયા મુજબ  સ્મૃતિ સક્સેના અને તેના પતિ સોનમ સક્સેના ફેબ્રુઆરી 2020 માં તેમની મોટી પુત્રીનો જન્મદિવસ મનાવવા મોટા દ્વીપ પર ગયા હતા .

જો કે અનાએહુમાલુ ખાડીના દક્ષિણ કાંઠે 41 વર્ષીય મહિલાની લાશ મળી તે પછી તરત જ ઓટોપ્સી હાથ ધરવામાં આવી હતી, પરંતુ પોલીસે તે સમયે જણાવ્યું હતું કે વધુ પરીક્ષણની જરૂર છે.તપાસકર્તાઓએ 13 મે ના રોજ  કૈલુઆ-કોના અખબારને જણાવ્યું હતું કે તેનું મૃત્યુ માનવ વધ માટેની હિંસા સમાન જણાયું છે. જેનું રહસ્ય અણઉકેલ છે.

સોનમ સક્સેનાએ ગયા વર્ષે અખબારને જણાવ્યું હતું કે તે તેની પત્નીને પ્રેમ કરે છે અને લોકોની મદદ માંગે છે. તેણે કહ્યું કે જ્યારે પત્નીને દમનો હુમલો આવ્યો ત્યારે તેઓ પી લીધા પછી એક દૂરના કિનારે સાંજના સમયે ચાલ્યા ગયા હતા. તેણી તેની ઇન્હેલર લઈ આવવા જતા તે પાછળ રહી ગઈ હતી, પરંતુ જ્યારે તે પાછો ફર્યો, ત્યારે ત્યાં તેની કોઈ નિશાની નહોતી
પોલીસે તેના પતિની ધરપકડ કરી હતી પરંતુ વધુ તપાસ માટે 48 કલાકથી ઓછા સમયમાં તેને મુક્ત કરાયો હતો.

કોઈ પાસે કંઈ માહિતી હોય તો પોલીસને જણાવવા  વિનંતી કરાઈ છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:34 pm IST)