Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2019

''ખુલજા સિમ સિમ'': યુ.એસ.માં કન્સાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન હીરા સિંઘના નસીબ આડેનું પાંદડુ ખસ્યું: મિસૌરી લોટરીનો અધધ... ૫૦ મિલીયન ડોલરનો જેકપોટ લાગતા ખુશખુશાલ

કન્સાસઃ ''ખુલ જા સિમ સિમ'' યુ.એસ.ના કન્સાસમાં વસતા ઇન્ડિયન અમેરિકન હીરા સિંઘના નસીબ આડેનું પાંદડુ ખસી ગયું છે. ૨૧ માર્ચના રોજ તેને મિસૌરી લોટરીનો અધધ... ૫૦ મિલીયન ડોલરનો જેકપોટ લાગ્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

તે ગયા મહિને કન્સાસ સીટીમાં આવેલા મિસૌરી કિવક ટ્રીપ સ્ટોર ખાતે ગેસ પૂરાવવા ઊભો રહ્યો ત્યારે મેગા મિલીયન લોટરી ખરીદી હતી. જે તેના નસીબમાં પરિવર્તન લાવવામાં નિમિતે બની હતી.

 

(8:04 pm IST)