Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2019

યુ.એસ.માં હેલ્થકેર ફ્રોડ માટે કેલિફોર્નિયા સ્થિત ઇન્ડિયન અમેરિકન ડો.વેંકટ આચી દોષિત પૂરવારઃ ૧ જુલાઇના રોજ સજા ફરમાવાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના નોર્ધન કેલિફોર્નિયામાં આવેલા સાઉથ બે એરીયા સ્થિત ઇન્ડિયન અમેરિકન ફીઝીશીઅન પર વર્ષીય ડો.વેંકટ આચીને પોતાના કાર્યક્ષેત્રમાં ન આવતી દવાઓના પ્રિસ્ક્રીપ્શન લખવા તથા હેલ્થકેર ઇન્સ્યુરન્સ માટે ખોટા બિલો મુકવાના આરોપસર કોર્ટએ દોષિત ગણેલ છે. તેણે પોતાનો ગૂનો કબુલ કરી લીધો હતો તથા ૧૮ સપ્ટેં.૨૦૧૭ થી રજુલાઇ ૨૦૧૮ દરમિયાન હાઇડ્રોકોડોન પ્રિસ્કીપ્શન લખ્યા હોવાનું કબુલી લીધુ હતું. તેમજ ર જુલાઇ ૨૦૧૮ના રોજ ઇન્સ્યુરન્સ કંપની સમક્ષ ખોટા બિલો મુકયાની કબૂલાત કરી લીધી હતી.

વેંકટને ૧ જુલાઇના રોજ સજા ફરમાવાશે જે વધુમાં વધુ ૨૦ વર્ષની હોઇ શકે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:03 pm IST)