Gujarati News

Gujarati News

News of Thursday, 24th January 2019

અમેરિકાનું ગન વાયોલન્સ : જાહેર જગ્યાઓ ઉપર છાશવારે થતા ગોળીબારનો સિલસિલો યથાવત : ફ્લોરિડા ખાતે આવેલી બેંકમાં ગોળીબાર : 5 નિર્દોષ લોકોના કરૂણ મોત

ફ્લોરિડા : અમેરિકામાં ગન વાયોલન્સએ માઝા મૂકી છે. ગયા વર્ષે  40 હજાર લોકો આના કારણે મૃત્યુ પામ્યાનો અંદાજ  છે.જેનો સિલસિલો હજુપણ ચાલુ છે.જે મુજબ ફ્લોરિડા ખાતે આવેલી એક બેંકમાં ગોળીબાર થતા 5 નિર્દોષ લોકોના કરુણ મોત નિપજ્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ગોળીબાર માટેનું કોઈપણ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.ઘટના માટે જવાબદાર ગણાતા એક 21 વર્ષીય યુવકની આરોપી તરીકે ધરપકડ થઇ છે.

(12:10 pm IST)