Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુ.એસ.એ. માં નવા 6 સેક્રેટરી તથા ચેપટર પ્રેસિડન્ટની નિમણુંક : ડો.સામ પિત્રોડાના નેતૃત્વ હેઠળ મળેલી ઝૂમ મિટિંગમાં લેવાયેલો નિર્ણય

વોશિંગટન : ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસની 28 નવેમ્બરના રોજ મળેલી ઝૂમ મિટિંગમાં 6 નવા સેક્રેટરી તથા ચેપટર પ્રેસિડેન્ટની નિમણુંક કરવામાં આવી છે.

ડો.સામ પિત્રોડાના નેતૃત્વ હેઠળ મળેલી ઝૂમ મિટિંગમાં નિમણુંક કરાયેલા 6 નવા હોદેદારોમાં શ્રી નિખિલ થાગદુર , શ્રી રાજન પડવાથી , શ્રી રાજદીપ સીંઘ સંધુ ,હિરેનકુમાર એમ.પટેલ , શ્રી ગુરિન્દર પાલ સીંઘ ,તથા શ્રી અનુરાગ ગવાન્દેનો સમાવેશ થાય છે.

નવી નિમણૂકનો હેતુ સંગઠનને વેગ આપવાનો છે.તેમ મિટિંગમાં જણાવાયું હતું.

(6:15 pm IST)