Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

પાકિસ્‍તાનના મુસ્‍લિમ યુવકને પરણી ગયેલી ભારતની શીખ યુવતિના વીઝાની મુદત વધારી આપોઃ ૩૦ દિવસમાં નિર્ણય લેવા લાહોર કોર્ટનો સ્‍થાનિક ગૃહ મંત્રાલયને આદેશ

ઇસ્‍લામાબાદઃ વૈશાખી તહેવાર ઉજવવા માટે પાકિસ્‍તાન ગયેલી ભારતના પંજાબની શીખ યુવતિ ૩૧ વર્ષીય કિરણ બાલાએ ૧૫ એપ્રિલ ૨૦૧૮ના રોજ સ્‍થાનિક મુસ્‍લિમ યુવક સાથે લગ્ન કરી લઇ મુસ્‍લિમ ધર્મ અંગીકાર કરી લીધો હતો. તથા પોતાના વીઝાની મુદત ૩૧ એપ્રિલના રોજ પૂરી થતી હોવાથી આ મુદત વધારી આપવા સ્‍થાનિક દૂતાવાસને અરજી કરી હતી. તથા ભારત પરત ફરવામાં જાનનું જોખમ હોવાનું જણાવ્‍યુ હતુ. સાથોસાથ લાહોર હાઇકોર્ટમાં પણ આ મુદે દાદ માંગી હતી. જેના અનુસંધાને આ યુવતિના વીઝા ૬ માસની મુદત માટે વધારી આપવાની જોગવાઇ અંગે તપાસ કરવા હાઇકોર્ટએ સ્‍થાનિક ગૃહ મંત્રાલયને હુકમ કર્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:59 pm IST)