Gujarati News

Gujarati News

News of Thursday, 27th September 2018

H-4 વીઝાધારકોનો કામ કરવાનો અધિકાર રદ કરવાથી ૧ લાખ મહિલાઓ રોજગારી ગૂમાવશેઃ નિર્ણય પાછો ખેંચવા ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસએ પ્રેસિડન્ટ ટ્રમ્પને પત્ર લખ્યો

વોશીંગ્ટનઃ યુ.એસ.માં H-4 વીઝા ધારકોનો કામ કરવાનો અધિકાર છીનવી લેવાના ટ્રમ્પ સરકારે ગયા સપ્તાહે લીધેલા નિર્ણયનો વિરોધ કરતો પત્ર ડેમોક્રેટ ઇન્ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરીસ તથા કિસ્ટેન ગિલ્લીબ્રાન્ડે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને લખ્યો છે. જેમાં આ નિર્ણય પરત ખેંચવા જણાવ્યું છે. તથા ઉમેર્યુ છે કે આનાથી ૧ લાખ જેટલી H-4 વીઝાધારક કુશળ મહિલાઓ કામ કરવાનો અધિકાર ગૂમાવશે. સાથોસાથ દેશના અર્થતંત્ર ઉપર પણ તેની વ્યાપક અસર પડશે.

ઉલ્લેખનીય છે કે આ H-4 વીઝાધારક મહિલાઓમાં મોટા ભાગની ભારતીય છે જેઓ એચ.વન વીઝાધારકના આશ્રિત તરીકે આવેલ છે તથા તેમની વિશેષ લાયકાતોના આધારે કામ કરી રહી છે.

(10:05 pm IST)