Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

કેફી પદાર્થોની હેરાફેરી માટે હવાલા કૌભાંડ આચર્યાની કબૂલાત : ભારતીય મૂળના કુણાલ કાલરાએ નશીલા પદાર્થોના ગેરકાયદે વ્યવસાયી લોકો સાથે મળી 2 કરોડ 50 લાખ ડોલરની હેરાફેરી કરી : યુ.એસ.ની લોસ એંજલસ કોર્ટમાં આવતા મહિને હાજર કરાશે

લોસ એંજલસ : યુ.એસ.સ્થિત ભારતીય મૂળના કુણાલ કાલરાએ નશીલા પદાર્થોના ગેરકાયદે વ્યવસાયી લોકો સાથે મળી 2 કરોડ 50 લાખ ડોલરની હેરાફેરી કરી હોવાની કબૂલાત કરતાં તેને લોસ એંજલસ કોર્ટમાં આવતા મહિને હાજર કરાશે

કુણાલ ઉપર મુકાયેલા આરોપની તેણે કબૂલાત કરી લીધી છે.તેની પાસેથી 8 લાખ 89 હજાર ડોલર રોકડા તથા 54.3 બીટકોઈન સહિતની આભાસી મુદ્રા જપ્ત કરાઈ છે.2015 થી 2017 ની સાલ દરમિયાન તેણે કરેલા ગેરકાયદે કૌભાંડોના તમામ આરોપો પુરવાર થાય તો તેને વધુમાં વધુ આજીવન જેલની સજા થઇ શકે છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:40 pm IST)