Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

અમેરિકામાં ડ્રગના ઓવરડોઝના કારણે મોડલ ઓલ્‍યા લોન્જિલનું મોતઃ ડોક્ટર સાથે દારૂ પીને બંને ફલેટમાં રોકાયા હતાં : મોડલની નગ્ન હાલતમાં લાશ મળી

નવી દિલ્હીઃ પોપ્યુલર મોડલ ઓલ્યા લોન્જિલની પાર્ટી દરમિયાન ડ્રગનો ઓવરડોઝ લેવાનાં કારણે મોત નિપજ્યું હતું. આ મોડેલનું શબ એક ઇન્ડો - અમેરિકન ડોક્ટરનાં એપાર્ટમેન્ટમાંથી મળ્યું છે. મોડલનાં મોતની માહિતી પોલીસને ડોક્ટરે આપી હતી. રિપોર્ટ અનુસાર નવલ પારિખ નામનાં ડોક્ટરે પોલીસને જણાવ્યું કે, તેની મોડલ ઓલ્યા સાથે મુલાકાત મોડી રાત્રે એક સ્પોર્ટ બારમાં થઇ હતી. ડોક્ટરે કહ્યું કે આ યંગ મોડલ સાથે તે ઘણો લાંબો સમય સાથે રહ્યો હતો. બંન્નેએ દારૂ પી અને પછી બંન્ને ડોક્ટરનાં ફ્લેટ પર આવ્યા હતા. 

આ મામલે તપાસ કરી રહેલી ટીમે ડોક્ટર નવલને જણાવ્યું કે, બંન્નેને ડ્રગ્સની લત્તનાં કારણે ડ્રગ્સ લીધું હતું અને પછી આખી રાત પાર્ટી કરી હતી. જો કે જ્યારે સવારે તે ઉઠ્યો તો ઓલ્યા મૃત હાલતમાં પડી હતી. જો કે આશરે 3 વાગ્યે ઓલ્યાનાં નસકોરાનાં અવાજ તેણે સાંભળ્યા હતા. જો કે જ્યારે તે સવારે ઉઠ્યો તો ઓલ્યા નિર્જીવ પડી હતી. ઓલ્યાને બેશુદ્ધ જોઇને ડોક્ટરે પોલીસને કોલ કર્યો હતો. 

ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને કોકેન ડ્રગની બેગ તે જગ્યા પરથી મળી હતી જે બેડ સાઇડ પર ડોક્ટર નવલ અને ઓલ્યા સુતેલા હતા. અને મોડેલની ડેડબોડી ન્યુડ હાલતમાં પડી હતી. આ મુદ્દે પોલીસે મોડેલની ડ્રગ ઓવરડોઝનાં કારણે મોત થયું હોવાનો અંદેશો વ્યક્ત કર્યો હતો. જો કે ઓલ્યાનાં પરિવારનાં લકો અને મિત્રોનું માનવું છે કે, ઓલ્યા સાથે ડોક્ટરે જબરદસ્તી કરી હોઇ શકે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલ્યા પાર્ટીઝની ખુબ જ શોખીન હતી. તેનાં ફેસબુક એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી તસ્વીરોમાં તે સતત મિત્રો સાથે પાર્ટી કરતી રહેતી હોવાનું સામે આવી રહ્યું છે. 

(6:48 pm IST)
  • કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય એસ. એન. ગૌડાનું રોડ અકસ્માતમાં મૃત્ય : ગોવાથી બાગલકોટ જતા હતા ત્યારે એમની કારને નડ્યો ગંભીર અકસ્માત access_time 9:00 am IST

  • સરકારી બંગલો ખાલી કરવાના આદેશ વિરૂદ્ધ મુલાયમ પણ સુપ્રિમ કોર્ટમાં : અખિલેશ યાદવે પણ કરી'તી અપીલ access_time 4:59 pm IST

  • ભૂકંપની અફવાથી બિહારના રેલવે સ્ટેશને ભાગદોડમાં 56 લોકો ઘાયલ :બિહારના નાલંદાના બિહારશરીફ રેલવે સ્ટેશને એક વિદ્યાર્થીએ ભૂકંપની અફવા ફેલાવતા ભાગદોડ મચી :સ્ટેશન પર આઈટીઆઈ પરીક્ષામાં સામેલ થવા અલગ અલગ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલવે સ્તએહ્સને હતા ત્યારે મોડીરાત્રે 2 વાગ્યે કેટલાક અવાજો આવતા સુતેલા છાત્રોને ભૂકંપ ભૂકંપ એવું જોરશોરથી કહેતા લોકો ભાગવા લાગ્યા હતા. access_time 11:45 pm IST