Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

‘‘જયાં વસે ગુજરાતી ત્‍યાં સદાકાળ ગુજરાત'': ઓસ્‍ટ્રેલિયાના બ્રિસબેનમાં ગુજરાતી ગ્રામર શીખવતી સ્‍કૂલ શરૂ થઇઃ ગુજરાતી કોમ્‍યુનીટી ઓફ કિવન્‍સલેન્‍ડના ઉપક્રમે ૨૮ એપ્રિલ ૨૦૧૮ થી શરૂ કરાયેલી આ સ્‍કૂલ દર શનિવારે સવારે કાર્યરત રહેશેઃ વર્તમાન તથા ભાવિ પેઢીને ગુજરાતી ગ્રામર તથા વતનની સંસ્‍કૃતિથી વાકેફગાર કરશે

સિડનીઃ ‘જયાં વસે ગુજરાતી ત્‍યાં સદાકાળ ગુજરાત' કહેવતને સાર્થક કરતી ઘટના તાજેતરમાં ઓસ્‍ટ્રેલિયાના બ્રિસબેનમાં બની છે જે મુજબ ગુજરાતી કોમ્‍યુનીટી ઓફ કિવન્‍સલેન્‍ડના ઉપક્રમે બ્રિસ્‍બેનમાં ગુજરાતી ગ્રામર શીખવતી શાળા શરૂ કરાઇ છે ૨૮ એપ્રિલ ૨૦૧૮ થી બ્રિસ્‍બેનમાં સૌપ્રથમ શરૂ થયેલી સરકાર માન્‍ય આ ગુજરાતી શાળાાં વર્તમાન તથા ભાવિ પેઢીને ગુજરાતી ભાષાના જ્ઞાન સાથે ગુજરાતની સંસ્‍કૃતિથી વાકેફગાર કરાશે. આ શાળા દર શનિવારે સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ દરમિયાન કાર્યરત રહેશે વિશેષ માહિતિ માટે શ્રીમતિ ઘૃતિ પટેલો ૬૧૪૭૮ ૫૨૭૯૮૨ દ્વારા અથવા ઇમેલ enquirygcq@gmail.com દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:50 pm IST)