Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

યુ એસ.માં વોશિંગટન સ્ટેટ સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મોના દાસ : પ્રોપર્ટી ટેક્ષમાં ઘટાડો ,નાના વ્યવસાયોને પ્રોત્સાહન ,રોજગારીમાં વધારો, શિક્ષણ ,હાઉસિંગ,સહિતના મુદ્દે વર્તમાન રિપબ્લિકન સેનેટરને પરાસ્ત કરવાની નેમ

     વોશિંગટન :     યુ.એસ.સ્થિત ઇન્ડિયન અમેરિકન મોર્ટગેજ બ્રોકર શુશ્રી મોના દાસએ વૉશિન્ગટન સ્ટેટના 47માં લેજિસ્લેટિવ ડિસ્ટ્રીક્ટમાંથી સ્ટેટ સેનેટર તરીકે ઉમેદવારી નોંધાવી છે.આ અગાઉ જાન્યુ 2018માં તેમણે પૂરતું ફંડ ભેગું નહીં થઇ શકવાથી કોંગ્રેસવુમન તરીકેની  ઉમેદવારી પછી ખેંચી લીધી હતી.

   તેઓ પ્રોપર્ટી ટેક્ષમાં ઘટાડો કરવો,નાના વ્યવસાયોને પ્રોત્સાહિત કરવા,રોજગારીમાં વધારો કરવો,શિક્ષણ,હાઉસિંગ,સહિતના મુદ્દે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.તેઓ વર્તમાન રિપબ્લિકન સેનેટર જો ફેનને પરાસ્ત કરવાની ઉમ્મીદ ધરાવે છે.

  તેઓ મહિલાઓને વ્યવસાય ક્ષેત્રે પ્રોત્સાહિત કરતા જુદા જુદા ઓર્ગેનાઇઝશન્સ સાથે જોડાયેલા છે.તેમને કિંગ કાઉન્ટી શેરીફનું સમર્થન છે.

(8:46 pm IST)