Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

અમેરિકાના એસ્ટોરીયામાં 'ગદર પાર્ટી'નુ નવુ બ્રોન્ઝ બોર્ડ મુકાયુ : ગયા વર્ષે ચોરાઇ ગયેલા બોર્ડની જગ્યાએ નવુ બોર્ડ મકી ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા

એસ્ટોરીયા : અમેરિકાના એસ્ટોરીયા  ઓરેગોનમાં આજથી એક સદી પહેલા એટલે કે ૧૯૧૩ની સાલમાં ભારતની આઝાદી માટે 'ગદર પાર્ટી' ની સ્થાપના થઇ હતી જેના સભ્યોમાં હિન્દુ મુસ્લીમ તેમજ શીખ કોમના લોકોનો પણ સમાવેશ થતો હતો. આ પાર્ટીના પ્રતીક સમાન સ્થળ ઉપર મુકાયેલા બ્રોન્ઝ બોર્ડ ઓકટો ૨૦૧૭માં કોઇ ચોરી જતા નવુ બોર્ડ મુકવાનુ નક્કી થયુ હતુ જે માટે  સ્થાનીક ઈન્ડીયન અમેરીકન લોકોના સહકારથી ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ નવુ બ્રોન્ઝ બોર્ડ મુકાયુ હતુ તથા ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે ઈતિહાસક્ષ જોહાન્ના ઓડડેન, સ્ટેટ સેનેટર બેસ્ટી જોહનસન, સ્થાનીક તથા સ્ટેટ કક્ષાના અધિકારીઓ તેમજ શીખ કોમ્યુનીટીના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છેક ે આ 'ગદર પાર્ટી' એ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળમાં શામેલ થવા માટે ૬૧૬ મેમ્બર્સ મોકલ્યા હતા. જેમા ૫૨૭ શીખ હતા.

(8:43 pm IST)