Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

યુ.એસ.ના ઇન્ડિયાનાપોલીસમાં ઇન્ફોસિસનું નવું એજયુકેશન સેન્ટર શરૂ કરાશેઃ ૨૦૨૩ની સાલ સુધીમાં ૩૦૦૦ લોકોને રોજગારી અપાશે

ઇન્ડીયાનાઃ યુ.એસ.માં ઇન્ડીયાના પોલીસ ખાતે હેડકવાર્ટર ધરાવતી ભારતીય ગ્લોબલ કંપની ઇન્ફોસીસે તાજેતરમાં શહેરની અંદર યુ.એસ. એજયુકેશન સેન્ટર શરૂ કરવાની તથા વધુ નવી એક હજાર રોજગારીનું સર્જન કરવાની ઘોષણાં કરી છે.ઙ્ગ

કન્સલ્ટીંગ, ટેકનોલોજી, તથા નેકસ્ટ જનરેશન સર્વિસીઝ ક્ષેત્રે કાર્યરત આ ફર્મએ થોડા સમય પહેલા જ ઇન્ડિયાના પોલીસમાં ટેકનોલોજી એન્ડ ઇનોવેશન હબ લોંચ કર્યુ છે. તથા અમેરિકન વર્કસને તાલીમ આપવા માંગે છે. તેમજ ૨૦૨૩ની  સાલ સુધીમાં બે થી ત્રણ હજાર જેટલી નવી રોજગારી વધારવાની નેમ રાખે છે. તેવું ઇન્ફોસિસના  વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

(8:41 pm IST)