Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

" હેલપિંગ હેન્ડસ " : પાકિસ્તાનથી આવેલા હિંદુઓને વિનામૂલ્યે ભારતનું નાગરિકત્વ અપાવતું ફાઉન્ડેશન : સુશ્રી ડિમ્પલ વરિન્દાની સ્થાપિત ફાઉન્ડેશનનું પ્રશંસનીય કૃત્ય

અમદાવાદ : 1990 ની સાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ભારત આવી અમદાવાદમાં સ્થાયી થયેલા હિન્દૂ મહિલા 41 વર્ષીય સુશ્રી ડિમ્પલ વરિન્દાની સતત 26 વર્ષના સંઘર્ષ પછી ભારતનું નાગરિકત્વ મેળવવામાં સફળ થયા હતા.2016 ની સાલમાં ભારતનું નાગરિકત્વ મળ્યા પહેલા અનેકવાર તેમની અરજી રદ થઇ હતી.પરંતુ હિંમત હાર્યા વિના પ્રયાસ ચાલુ રાખતા તેઓ સફળ થયા હતા.
આથી પોતાની માફક પાકિસ્તાનથી આવેલા અન્ય હિન્દૂ લોકો હેરાન ન થાય તે માટે તેમણે હેલપિંગ હેન્ડસ નામક ફાઉન્ડેશન શરૂ કર્યું છે.જેના નેજા હેઠળ એક પણ રૂપિયાની ફી લીધા વિના તેઓ આ હિંદુઓને ભારતનું નાગરિકત્વ મેળવવા માટેનું ફોર્મ ભરી આપે છે.અત્યાર સુધીમાં 700 જેટલા હિંદુઓને ભારતનું નાગરિકત્વ અપાવી દેવામાં તેઓ સફળ થયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:43 am IST)