Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

અમેરિકાના હયુસ્‍ટનમાં બીજેપીના વિજયની ઉજવણી : ભારતના ગુજરાત તથા હિમાચલ પ્રદેશમાં સ્‍પષ્‍ટ બહુમતિ મળતા OFBBJP હયુસ્‍ટન ચેપ્‍ટરે ઉત્‍સવ મનાવ્‍યો

હયુસ્‍ટન : ભારતના ગુજરાત તથા હિમાચલ પ્રદેશની વિધાનસભામાં બીજેપીના વિજયની ઉજવણી ગઇકાલે ૨૧ ડિસેં. ૨૦૧૭ ના રોજ અમેરિકાના હયુસ્‍ટનમાં OFBJP ચેપ્‍ટરના ઉપક્રમે કરાઇ હતી. 

OFBJP હયુસ્‍ટન ચેપ્‍ટરના અનુયાયીઓએ કરેલી ઉજવણી અંતર્ગત રેસ્‍ટોરન્‍ટમાં લંચનું આયોજન કર્યુ હતું. તથા સ્‍થાનિક કોમ્‍યુનીટી અગ્રણીઓ હયુસ્‍ટન ચેપ્‍ટર કો. ઓર્ડીનેટર શ્રી અચલેશ અમરએ ચંૂટણી પ્રસાર માટે ગુજરાત ગયેલા ૨ વોલન્‍ટીયર્સ શ્રી રમેશ શાહ તથા શ્રી શરદ અમિતની જહેમતને બિરદાવી હતી.

આ ઉપરાંત અન્‍ય આગેવાનો ડો. જયરામ ગૂન્‍ટાયલી, શ્રી રઘુવીર રેડૃી, સુશ્રી સંગીતા દુવા તથા ડો. વિમલ તલાટી સહિતનાઓએ પ્રાસંગિક ઉદબોધનો કરી બીજેપીના વિજયને વધાવ્‍યો હતો. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:14 pm IST)