Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

યુ.એસ.માં બ્રિજવોટર સિનિયર્સ કાઉન્સિલના ઉપક્રમે ઉમંગભેર ઉજવાઈ ગયેલો દિવાળી ઉત્સવ :ગીત,સંગીત,ભજન,ડાન્સ,તથા ગરબા સાથે 750 જેટલા સિનિયર ભાઈબહેનોએ ઉત્સવનો આનંદ માણ્યો

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી :  બ્રિજવોટર સિનીઅર્સ કાઉન્સિલ દ્વારા ૨૭ ઓકટોબર ૧૮ ના રોજ રેરીટન મિડલ સ્કુલ ખાતે દિવાલી ઉજવણી માટેનો ગીત સંગીતસહનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા આશરે ૭૫૦ જેટલા સિનીઅર્સ ભાઇબહેનોએ હાજરી આપી ઉત્સાહભેર આનંદ માણ્યો હતો.

         સદર કાર્યક્રમને સુરાલા સંગીતથી રજુ કરવા માટે કે.બી.બ્રહ્મભટ્ટ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપ દ્વારા ગુજરાતી ફિલ્મ પ્લેબેક ગાયક અને એવોર્ડ વિજેતા જીગરદાન ગઢવી અને અન્ય ગાયકો દેવાંગી બ્રહ્મભટ્ટ અને હર્શિત આચાર્ય તથા અન્ય સજિંદાઓ સાથે ગુજરાતી હિંન્દી જાણીતા ગીતો,ગઝલ અને ભજનો રજુ કરવામા આવ્યા હતા અને તે સાથે ન્યુ જર્સીના સ્થાનિક મહેમાન ગાયકો કેતુલ પટેલ,રિયા અને ઇશાન દ્વારા પણ સુંદર ગીતો રજુ કરતા સિનીઅરોએ તાળીઓના ગળગળાટથી વધાવી આનંદ વ્યક્ત કર્યો હતો.અને કેટલાક સિનીઅર્સે ઉત્સાહભેર સ્ટેજ નજીક ડાન્સ કર્યો અને ભાઇ બહેનોએ ગરબે ઘુમી આનંદ માણ્યો હતો.

      પ્રસંગને જેના તરફથી મદદ અને સહકાર મલ્યો છે અને કાર્યક્રમ ખુબ ઉત્સાહભેર સંપન્ન થયેલ છે તેવા સર્વશ્રી પિયુષ પટેલ,કનુ પટેલ,મુકુન્દ ઠાકર,રમણ પટેલ,અતુલ શાહ,દિપક શાહ,અનિલ પટેલ,બિમલ જોષી,ધિરજ પારેખ અને વાત્સ્લ્ય ડે કેર,વિષ્ણુ પટેલને પુષ્પગુચ્છ્થી સન્માનિત કરવામાં આવ્યા હતા.અને સૌને માટે આભારની લાગણી વ્ય્ક્ત કરી હતી. જ્યારે અન્ય સિનીઅર્સ એસોશિએશનના પ્રમુખ સર્વશ્રી પોપટ પટેલ,યાકુબ પટેલ,સુભાષ દોશી,સુશિલા પટેલ,રતિ પટેલ,મહેન્દ્ર શાહ,કિર્તી શાહ,વિઠ્ઠલ પટેલ,સુરેશ શાહ તથા  અન્ય અગ્રગણ્ય સર્વશ્રી અરવિંદ પટેલ,વિષ્ણુ પટેલ વિ ને પણ એસોશિએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ અને કાર્યવાહક સમિતિના સભ્યો દ્વારા સન્માનિત કરવામા આવ્યા હતા.

 સદર કાર્યક્રમના આયોજન અને સંચાલન (પ્રોગ્રામ કોઓર્ડીનેટર) શ્રી પંકજ બ્રહ્મભટ્ટ અને શ્રી મુકેશ કાશીવાલા (સાઉન્ડ અને સ્ટેજ સજાવટ અને લાઇટ)નુ પણ પુષ્પગુચ્છ આપી સન્માન કરવામા આવ્યુ હતુ.

     આજના પ્રસંગે ખુશ્બુ રેસ્ટોરંટના એપેટાઇઝરમા ઘુઘરા,મઠીયા,ચોળાફળીનો અને સ્વાદિષ્ઠ ભોજનનો આનંદ માણી સૌ વિદાય થયા.તેવું શ્રી ગોવિંદ શાહ દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)