Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અમેરિકાના કેલિફોર્નિયામાં આવતીકાલ ૨૮ ઓકટો.ના રોજ ભારતની સંસ્‍કૃતિનું નિદર્શનઃ થાઉઝન્‍ડ ઓકસ મુકામે યોજાનારા ઉત્‍સવમાં રાંધણકળા, ટેકસટાઇલ આર્ટસ, હેન્‍ડી ક્રાફટસ, મ્‍યુઝીક, તથા ડાન્‍સનો આનંદ માણવાની તક

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ઇન્‍ડિયા ફ્રેન્‍ડસ એશોશિએશનના ઉપક્રમે આવતીકાલ ૨૮ ઓકટો ૨૦૧૮ રવિવારના રોજ સાંસ્‍કૃતિ નિદર્શન તહેવાર ઉજવાશે.

થાઉઝન્‍ડ ઓકસ સિવિક આર્ટસ પ્‍લાઝા, ૨૧૦૦ E,Blvd થાઉઝન્‍ડ ઓકસ કેલિફોર્નિયા મુકામે યોજાનારા આ સાંસ્‍કૃતિક નિદર્શનનો સમય સવારના ૧૧ વાગ્‍યાથી રાત્રિના ૧૧-૫૯ મિનિટ સુધીનો રહેશે.

પ્રદર્શનમાં રાંધણકળા, ટેકસટાઇલ આર્ટસ, ક્રાફટસ, મ્‍યુઝીક ડાન્‍સ, હેન્‍ડીક્રાફટસ સહિતનો સમાવેશ થશે. જે પૈકી હેન્‍ડીક્રાફટસ વસ્‍તુઓ વેચાતી મળી શકશે. આ વર્ષે ઉજવાનારા આ તહેવારમાં વેસ્‍ટ તથા ઇસ્‍ટ ઇન્‍ડિયાની સંસ્‍કૃતિની ઝલક જોવા મળશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(9:41 pm IST)