Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

‘‘પાર્સલ બોમ્‍બ'': ઇન્‍ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસના સરનામે ભેદી પાર્સલઃ અમેરિકાના ૧૦ જેટલા લોકોને પાર્સલ બોમ્‍બ મોકલવાના આરોપસર ફલોરિડા સ્‍થિત એક શકમંદની ધરપકડ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના ઇન્‍ડિયન અમેરિકન સેનેટર સુશ્રી કમલા હેરિસની ઓફિસના સરનામે ગઇકાલ ૨૬ ઓકટો. ૨૦૧૮ના રોજ એક ભેદી પાર્સલ આવ્‍યુ છે. જે સાક્રામેન્‍ટો કેલિફોર્નિયા ઇન્‍વેસ્‍ટીગેશન એજન્‍સી દ્વારા તપાસ માટે લેવામાં આવ્‍યુ છે.

આ પાર્સલ અમેરિકાના અન્‍ય ૧૪ જેટલા લોકોને મોકલાયેલા પાર્સલ જેવું જ છે. આવા ૧૦ જેટલા ભેદી પાર્સલ દ્વારા બોમ્‍બ મોકલવાના શકમંદ આરોપી તરીકે ફલોરિડા સ્‍થિત એક શખ્‍સની ધરપકડ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે સુશ્રી કમલા આગામી કોંગ્રેસની ચૂંટણીઓમાં અમેરિકાના પ્રેસિડન્‍ટ પદના ઉમેદવારોની યાદીમાં હોટ ફેવરીટ ગણાય છે.

(9:35 pm IST)