Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

સિંગાપોરમાં રોડ અકસ્માતે ભારતીય મૂળના યુવાનનું મૃત્યુ

સિંગાપોર : હજુ ચાર વર્ષ પહેલા સિંગાપોરમાં સ્થાયી થયેલા અને ઇન્ડિયન રેસોરેન્ટમાં કામ કરતા ભારતના તામિલનાડુના વતની યુવાન 33 વર્ષીય સુલતાન અબ્દુલનું રોડ અકસ્માતે મૃત્યુ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ સુલતાન તથા તેનો સહકર્મચારી મલેશિયાનો યુવાન મોટર સાઇકલ ઉપર કામે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી મોટરકારે અચાનક જમણી બાજુ ટર્ન લેતા બંને યુવાનો રોડ ઉપર પટકાયા હતા.જેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું
ભારતીય મૂળનો યુવાન તામિલનાડુ સ્થિત તેના માતા પિતા પત્ની તથા સંતાનનો એકમાત્ર  આધાર હતો.જેના અચાનક મૃત્યુથી સમગ્ર પરિવાર ઉપર આફતનું મોજું ફરી વળ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:32 pm IST)