Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

વિશ્વ ગુજરાતી સમાજ સિંગાપોરમાં ફસાયેલ ગુજરાતી વિદ્યાર્થીઓની વ્હારે : પરિવહનની સવલત કરાવી સલામત હોસ્ટેલમાં ખસેડાયા : રહેવા-જમવાની કરી વ્યવસ્થા

વિદ્યાર્થીઓ પાસે પૈસા ખાલસ થતા મકાન ભાડું, રાશન અને ટ્રાન્સપોર્ટની સમસ્યા ઉભી થયેલ : ઈન્ટરનેટથી સમાજના પ્રમુખ સી,કે,પટેલનો સંપર્ક કરતા વિશ્વ ગુજરાતી સમાજ મદદે પહોંચ્યો

અમદાવાદ : વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસને લીધે લાખો લોકો ભોગ બન્યા છે.  આ  સંજોગોમાં  ગુજરાતથી સિંગાપોર ભણવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાઇ જતા વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સિંગાપોશ ગુજરાતી સોસાયટીના સહયોગથી  આ તમામ  વિદ્યાર્થીઓને  તાત્કાલીક  રાહત આપવામાં  આવી હતી. 

આશરે  ૧૨ થી પણ વધુ  ગુજરાતી  વિદ્યાર્થીઓએ સિંગાપોરમાં કોરોનાના કહેરને  કારણે વિકટ પરિસ્થિતીમાં મુકાઇ ગયા હતા. તેમના પૈસા ખલાસ થઇ જતાં  મકાન ભાડું રાશન  અને ટ્રાન્સપોર્ટની  સમસ્યા ઉભી થઇ હતી. સિંગાપોર સરકો પણ આ વિદ્યાર્થીઓ માટે કોઇ મદદની  વ્યવસ્થા ઉભી કરી ન હ તી. આ સંજોગોમાં હતાશ થઇ ગયેલા  વિદ્યાર્થીઓએ વિશ્વ ગુજરાતી સમાજના  પ્રમુખ સી.કે. પટેલનો  ઈન્ટરનેટથી સંપર્ક કર્યો હતો. ગુજરાત અને ગુજરાતીઓનો  હિત  ને સમર્પિત  એવા  સી.કે.પટેલ  તુરંત જ  પોતાના વિશ્વાસુ સંપર્કો દ્વારા સિંગાપોર  ગુજરાતી  સોસાયટીનો સંપર્ક કર્યો હતો.

સિંગાપોર  ગુજરાતી સોસાયટીના પ્રમુખ  બિરેન દેસાઇના  સાસુશ્રીના અવસાનો દુઃખદ પ્રસંગ બન્યો હતો છતાં તેમણે તેમની ટીમના  સભ્યો તુષાર  દોશી, કીર્તી ભાડ દ્વારા વગેરેની મદદથી ફસાયેલા ગુજરાતી  વિદ્યાર્થીઓને તાત્કાલીક  રીતે અન્ય  સલામત  હોસ્ટેલમાં ગોઠવણી કરી હતી.  વિદ્યાર્થીઓને  તેમના  ભાગના રહેઠાણથી ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરીને  તમામ વિદ્યાર્થીઓને કોરોનાના પ્રોટોકલ મુજબ સલામત હોસ્ટેલમાં તેમને  તબદીલ કર્યો હતો.

આ વ્યવસ્થા કરતા અગાઉ સિંગાપોર ગુજરાતી સોસાયટીના બિરેનભાઇ, તુષારભાઇ અને કિર્તિભાઇએ ભારતીય હાઇકમિશનને પણ આ અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

હોસ્ટેલમાં તબદીલ કરાયેલા તમામ વિદ્યાર્થીઓને રહેવા સહિત ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓને મેડિકલ સહાયની જરૂર હતી તે અંગે પણ સિંગાપોર ગુજરાતી સોસાયટીએ વિશેષ કાળજી રાખી હતી.

વિશ્વમાં ફેલાયેલા ગુજરાતીઓ એકતાંતણે બંધાયેલા રહે અને ગુજરાત-ભારતની સુવાસ દુનિયાભરમાં ફેલાવતા રહે તેવા શુભ આશયથી વિશ્વ ગુજરાતી સમાજ સતત કાર્યશીલ છે. કોરોના મહામારીના કપરા સમયમાં વિશ્વ ગુજરાતી સમાજે અગાઉ પણ યુરોપ અને ફિલીપાઇન્સમા ંફસાયેલા ગુજરાતીઓ માટે સરાહનીય કામગીરી કરેલ છે. સી.કે.પટેલની આ પ્રસંશનીય કામગીરી બદલ લંડન સ્થિત સી.બી.પટેલે વિશ્વ ગુજરાતી સમાજ અને તેમની ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા. તેમ દિગંભ સોમપુરાની યાદીમાં જણાવ્યું છે.

(10:00 pm IST)