Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

" સ્ટોપ કોમ્યુનિસ્ટ ચાઈના " : ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન આગેવાન સુશ્રી નીક્કી હેલીએ ઓનલાઇન કંપેન લોન્ચ કર્યું : કોરોના વાઇરસ માટે ચીનને જવાબદાર ગણાવવાનો હેતુ : 1 લાખ લોકોની ઓનલાઇન સહીઓ લેશે : ગઈકાલે રાત્રે શરૂ કરાયેલા કમપેનમાં અત્યાર સુધીમાં 40 હજાર સહીઓ થઇ ગઈ

 સાઉથ કેરોલિના : યુ.એસ.ના સાઉથ કેરોલિના પૂર્વ ગવર્નર તથા યુનાઇટેડ નેશન્સના અમેરિકાના પૂર્વ પ્રતિનિધિ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીક્કી હેલીએ કોરોના વાઇરસ માટે ચીનને જવાબદાર ગણતી ઓનલાઇન પિટિશન દાખલ કરી છે.જેને સ્ટોપ કોમ્યુનિસ્ટ ચાઈના નામ આપ્યું છે.
ગઈકાલ શુક્રવારે રાત્રે શરૂ કરાયેલ આ કમપેનનો હેતુ કોરોના વાઇરસ માટે ચીનને જવાબદાર ગણવાનો છે.જે માટે તેઓએ ઓનલાઇન 1 લાખ સહીઓ મેળવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.જેની સામે અત્યાર સુધીમાં 40 લાખ લોકોએ તો સહીઓ કરી પણ નાખી છે.
આમ સુશ્રી નિક્કીના લોકમત જાગૃત કરવા  સમાન આ કમપેનને અદભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:23 pm IST)