Gujarati News

Gujarati News

News of Saturday, 25th April 2020

કોરોનાથી મરવાવાળો દરેક ચોથો નાગરિક અમેરિકન : વિશ્વમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 1 લાખ 95 હજાર : અમેરિકામાં 51 હજાર

વોશિંગટન : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસથી મરનારાઓની સંખ્યા 1 લાખ 95 હજાર થઇ ગઈ છે.જે પૈકી એકલા અમેરિકામાં જ 51 હજાર લોકો આ વાઇરસથી મૃત્યુ પામ્યા છે.જે દર્શાવે છે કે કોરોનથી મરવાવાળો દરેક ચોથો નાગરિક અમેરિકન છે.

કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા પણ અમેરિકામાં વધુ જોવા મળી છે.જે મુજબ અમેરિકામાં 9.2 લાખ ,સ્પેનમાં 2.19 ,ઇટાલીમાં 1.92 ,ફ્રાન્સમાં 1.59 ,જર્મનીમાં 1.54 તથા બ્રિટનમાં 1.44 લાખ લોકો કોરોનથી સંક્રમિત થયા છે.
આમ કોરોના વાઇરસના કહેરનો સૌથી મોટો ભોગ અમેરિકા બની રહ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:45 am IST)