Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

યુરોપમાં ઓલ્ડ એજ હોમમાં રહેતા બુઝર્ગોની માઠી દશા : કોવિદ-19 ને કારણે લોકડાઉન હોવાથી દીકરા દીકરી ખબર કાઢવા નથી આવતાં : ફોન પણ નથી કરતાં

લંડન : યુરોપમાં પાછલી જીન્દગી ઓલ્ડ એજ હોમમાં વિતાવતા બુઝર્ગોની માઠી દશા શરૂ થઇ ગઈ છે.જુદી જુદી બીમારીઓથી ઘેરાયેલા આ સીનીઅર સીટીઝનો એકબીજાને મદદરૂપ થઇ જીવન વિતાવી રહ્યા હતા.પરંતુ કોવિદ -19 ને કારણે હવે તેઓ પરસ્પર મદદ પણ નથી કરી શકતા.એટલુંજ નહીં ગામમાં રહેતા તેમના સંતાનો પણ લોકડાઉનના કારણે ખબર કાઢવા નથી આવી શકતા તેમજ ફોન પણ નથી કરતા તેવી વ્યથા ઠાલવી રહ્યા છે.
એક અંદાજ મુજબ બ્રિટનમાં 4 લાખ જેટલા બુઝર્ગો ઓલ્ડ એજ હોમમાં રહે છે.આ ઉપરાંત  ઇટાલી ,ફ્રાન્સ ,સ્પેન ,સહિતના દેશોમાં ઓલ્ડ એજ હોમમાં રહેતા વૃદ્ધો પૈકી મોટા ભાગનાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:22 pm IST)