Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જર્મનીમાં કોરોના વાઇરસથી 1 લાખ 50 હજાર લોકો સંક્રમિત : 5 હજાર મોત : હજુ બીજો તબક્કો બાકી છે : ચાન્સેલર એન્જેલા મર્કલ

બર્લિન : જર્મનીની જ્હોન હોપકિન્સન યુનિવર્સીટીના અહેવાલમાં જણાવાયા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસને કારણે 1 લાખ 50 હજાર લોકો સંક્રમિત થઇ ચુક્યા છે.તથા 5 હજાર લોકો મોતને ભેટ્યા છે.જોકે યુરોપના અન્ય દેશોની તુલનામાં આ આંક નીચો છે.
આ અંગે ચાન્સેલર એન્જેલા મર્કલે જણાવ્યું હતું કે હજુ તો આ પહેલો તબક્કો છે.આપણે હજુ બીજા તબક્કા માટે તૈયાર રહેવાનું છે.
 સંસદના નીચલા ગૃહમાં બુંડેસ્ટાગમાં મર્કેલે સાંસદોને  જણાવ્યું કે, આપણે હજુ મહામારીના છેલ્લા તબક્કામાં આવ્યા નથી આપણે હજુ પણ શરૂઆતના તબક્કામાં છીએ. આપણે લાંબા સમય સુધી આ વાયરસના ઝપેટમાં રહીશું. કેટલાક રાજ્યો સોશિયલ ડિન્સટન્સિંગમા છૂટછાટ આપી રહ્યા છે પરંતુ તેમણે સમજવાની જરૂર છે કે આપણું જીવન વાયરસ પહેલા જેવું હતું તેવું થઈ શકશે નહીં.

(11:19 am IST)