Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

યુ.એસ.ના મેનહટનના કોંગ્રેસના ઉમેદવાર શ્રી સુરજ પટેલ અને હાઉસ ઓફ સ્પાઇસિસની અમૂલ્ય સેવાઓ : લોન્ગ આઇલેન્ડમાં વસતા જરૂરિયાતમંદ લોકોને ફુડ વિતરણ કર્યું

મેનહટન : યુ.એસ.ના ફ્લશીંગ કવીન્સમાં સાઉથ એશિયન  ફુડ વ્યવસાય  ક્ષેત્રે કાર્યરત હાઉસ ઓફ સ્પાઈસીસ ઇન્ક એ કોરોના વાઇરસને કારણે રોજી રોટી ગુમાવી બેઠેલા ,તેમજ ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ માટે  10 હજાર ડોલર ફાળવ્યા હતા.તથા આ રકમ મેનહટનના કોંગ્રેસના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન શ્રી સુરજ પટેલ સાથેની પાર્ટનરશીપ સાથે  ફૂડ વિતરણ માટે વાપરી માનવતા પ્રેરક કાર્ય કર્યું હતું.
આ તકે હાઉસ ઓફ સ્પાઇસિસના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી આમ્રપાલી સોની આ સત્કાર્યમાં જોડાયા હતા.

(6:07 pm IST)