Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં લોકડાઉનની મુદત 22 મે સુધી લંબાવાઈ : રમઝાન મહિનો શરૂ થવા સમયે વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશે પાબંદી વધારી

બેંગકોક : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યું છે તેવા સંજોગોમાં વિશ્વમાં મુસ્લિમોની  સહુથી વધુ વસતિ ધરાવતા દેશ ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં લોકડાઉનની મુદત 22 મે સુધી વધારી દેવામાં આવી છે.આજ ગુરુવારે લોકડાઉનની મુદત પુરી થવામાં હતી તેવા સંજોગોમાં જાકાર્તાના ગવર્નર એનીજ બસવેદને આ મુદતમાં એક મહિનાનો વધારો કરી દીધો છે.
આ અંગે ગવર્નરે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના વધી રહેલા કેસ અને મૃત્યુના પ્રમાણને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે રમઝાન મહિનો શરૂ થવામાં છે તેવા સમયે લોકડાઉનની મુદતમાં કરાયેલો વધારો મુસ્લિમ બિરાદરોને મસ્જિદમાં નહીં પણ ઘેરબેઠા નમાજ પઢવા મજબુર કરશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:22 pm IST)